Thursday, November 7, 2024

વિરાટ-અનુષ્કાની પુત્રીનો પહેલો ફોટો સામે આવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પરિવારમાં સોમવારે એક નાનકડી ઢીંગલીનો જન્મ થયો હતો. અનુષ્કાએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો હતો અને વિરાટ કોહલીએ આ વિષેની માહિતી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. અને પિતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી. આ ક્યૂટ બેબી ગર્લ વિશેના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી પ્રસરી ગયા હતા અને હવે વિરુષ્કાની પુત્રીની પહેલી તસવીર પણ સોશિયલ મીડિયા પર આવી છે. વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ વિરુષ્કાની પુત્રીની પહેલી તસવીર તેના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જોકે આ પોસ્ટમાં માત્ર બાળકીના પગની જલક દેખાઈ રહી છે, પરંતુ આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તસવીર શેર કરતા વિકાસ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “ખુશી આવી ગઈ છે. એક પરિએ કુટુંબમાં પગ મૂક્યો છે.” ફોટા પર ઘણાં કાર્ટૂન ઇમોજીસ બનાવીને વિકાસે વેલકમ પણ લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ જ પોસ્ટમાં વિરાટ કોહલીએ તેના પિતા બનવાના સમાચાર શેર કર્યા છે, તે જ પોસ્ટમાં તેણે ચાહકો અને મીડિયાને પણ તેના પરિવારને થોડીક ગોપનીયતા આપવાની અપીલ કરી છે. પોસ્ટમાં વિરાટ કોહલીએ પિતા બન્યાની ખુશી વ્યક્ત કરી હતી સાથે જ અનુષ્કાની તબિયત વિશેની માહિતી પણ આપી હતી. વિરાટે લખ્યું, “અનુષ્કા અને પુત્રી બંને એકદમ ઠીક છે. અમારું સૌભાગ્ય એ છે કે અમને આ જીવનના આ અધ્યાયનો અનુભવ થયો. અમે જાણીએ છીએ કે તમે ચોક્કસપણે સમજી શકશો કે આ સમયે આપણને બધાને થોડીક ગોપનીયતાની જરૂર છે.” ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્ન 11 ડિસેમ્બર, 2017 ના રોજ થયા હતા. ત્યારબાદ તેની દીકરીનો જ્ન્મ પણ 11 તારીખે થયો જેથી બંનેના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર