Thursday, May 2, 2024

પહેલી વાર વૈજ્ઞાનિકોએ મિની હાર્ટ બનાવ્યું, 25 દિવસના ભ્રૂણની જેમ ધબક્યું, હૃદયરોગનું રહસ્ય જાણવા મળશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વૈજ્ઞાનિકોએ પહેલી વાર લેબમાં કૃત્રિમ ‘મિની હાર્ટ’ વિકસાવ્યું છે. માનવ સ્ટેમ કોશિકાઓથી બનેલું, તલના બીજના કદનું (2 મિલીમીટર) આ કૃત્રિમ હૃદય 25 દિવસના માનવ ભ્રૂણમાં ધબકતા હૃદયની નકલ કરે છે. તેના પરીક્ષણથી હૃદયરોગના ઘણા રહસ્યો બહાર આવશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કૃત્રિમ હૃદયની રચનાની સફળતા બાદ તેઓ હૃદયરોગના તમામ રહસ્યને જાણી શકશે. ઓસ્ટ્રિયા સાયન્સ એકેડમીના વૈજ્ઞાનિકોની ટીમે તેની રચના કરી છે.
હકીકતમાં, વૈજ્ઞાનિકોની એક ટીમ ગર્ભમાં ( ભૃણમાં ) હૃદયરોગ કેવી રીતે વિકસે છે તે સમજવાનો પ્રયાસ કરી રહી હતી. ગર્ભમાં જન્મજાત હૃદયની ખામીઓ સૌથી સામાન્ય છે. જાણીતા બાયોએન્જિનિયર જેન મા નું કહેવું છે કે જન્મજાત હૃદયરોગ અને માનવ હૃદયના ઘણા રહસ્યો ખોલવામાં આ ટેકનિક અસરકારક રહેશે. પ્રાણી મોડેલો પર નિર્ભર સંશોધન દરમિયાન આ અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ ખોજ છે.

મગજ, યકૃત જેવા ઘણા અંગો લેબમાં વિકસિત કરવામાં આવ્યા.

મિશિગન યુનિવર્સિટીના સ્ટેમ સેલ સાયન્ટિસ્ટ અટોર એગ્યુરનું કહેવું છે કે છેલ્લાં 10 વર્ષમાં બ્રેઇન, લિવર જેવા ઘણા અંગો લેબમાં વિકસાવવામાં આવ્યા છે, પરંતુ આ સૌથી સચોટ છે. ધબકતા માનવ હૃદયનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે તે બરાબર અસલી જેવું જ છે. આમાં તમામ પેશીઓ અને કોશિકાઓ માત્ર વિકસિત જ નહીં પરંતુ પોતાના માળખામાં પણ અનુકૂળ થઈ અને વાસ્તવિક આકાર લીધો.

કૃત્રિમ હૃદય ત્રણ મહિનાથી વધુ સમય સુધી જીવંત
મુખ્ય સંશોધક ડો. સાશા મેન્ડજનનું કહેવું છે કે,” જ્યારે મેં પહેલી વાર તે જોયું ત્યારે મને આશ્ચર્ય થયું કે આ ચેમ્બર્સ જાતે જ બની શકે છે. જ્યારે સંગઠિત હૃદય તેમની કાર્યવ્યવસ્થામાં આવ્યું ત્યારે મને સૌથી વધુ આનંદ થયો કે અમારી શોધ સફળ થઈ. તે ત્રણ મહિનાથી વધુ સમયથી આ મિની હાર્ટ લેબમાં જીવિત રહ્યું છે. 12 વર્ષ પછી અમારી મહેનત ફળી. અમે વધુ નવા સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સંગઠિત હૃદયના ટુકડાઓને પણ ફ્રીઝ કર્યા છે.
જોકે, અગાઉ ચીનના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ હૃદય બનાવવાનો દાવો કર્યો હતો પરંતુ તે સ્ટેમ સેલથી બનેલું ન હતું. તેમાં રોકેટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને બનાવવા માટે ચુંબકીય અને પ્રવાહી લેવિટેશન તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના કારણે મશીનમાં ઘર્ષણ નથી થતું અને કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર