Thursday, November 7, 2024

ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચરને જામીન મળી, દેશની બહાર જવાની મનાઈ ફરમાવી !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ICICI બેંકના ભૂતપૂર્વ સીઇઓ અને એમડી ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બેંક-વીડિયોકોન મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે ખાસ પીએમએલએ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે 5 લાખ રૂપિયાના બોન્ડ પર તેના જામીન મંજૂર કર્યા છે અને એમ પણ કહ્યું હતું કે તે કોર્ટની મંજૂરી વિના દેશની બહાર જઈ શકશે નહીં.

30 જાન્યુઆરીએ પીએમએલએ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની ચાર્જશીટની નોંધ લેતા ચંદા કોચર, તેના પતિ દીપક કોચર, વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂત અને અન્ય આરોપીઓને 30 જાન્યુઆરીએ સમન્સ પાઠવ્યા હતા. ચંદા કોચરને તેમના વકીલ વિજય અગ્રવાલ મારફત આ કેસમાં જામીન અરજી વિશેષ ન્યાયાધીશ એ.એ.નંદગાંવકર સમક્ષ રજૂ કરી હતી. કોર્ટે ઇડીને જામીન અરજી પર પોતાનો જવાબ ફાઇલ કરવા જણાવ્યું હતું. દીપક કોચરને પણ આ કેસમાં સપ્ટેમ્બર 2020 માં અટકાયતમાં લેવામાં આવ્યો હતો.

ઇડીએ સપ્ટેમ્બર 2020 માં કોચર, ધૂત અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગનો ગુનાહિત કેસ દાખલ કર્યા બાદ ચંદા કોચરની ધરપકડ કરી હતી. ઇડીએ આક્ષેપ કર્યો હતો કે ચંદા કોચરની અધ્યક્ષતાવાળી આઈસીઆઈસીઆઈ બેંકની સમિતિએ વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને 300 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી. ત્યારબાદ, 8 સપ્ટેમ્બર, 2009 ના રોજ, વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝે ન્યૂ પાવર રિન્યુએબલ પ્રાઈવેટ લિમિટેડ (એનઆરપીએલ) ને 64 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. એનઆરપીએલના માલિક દિપક કોચર છે. સુનાવણીની શરૂઆતમાં એમ કહેવામાં આવતું હતું કે ચંદા કોચર પીએમએલએ પૂરી પાડવામાં આવેલ સામગ્રી, લેખિત ફરિયાદો અને નિવેદનોના આધારે કોર્ટને લાગ્યું કે ચંદાએ તેના હોદ્દાનો દુરૂપયોગ કર્યો છે.કોર્ટનું કેહવું છે કે ચંદાએ તેના પતિના આધારે અનુચિત લાભ ઉઠાવ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર