Saturday, April 20, 2024

રાજકોટના ડીઆઈજીનું ફેક ફેસબુક એકઉન્ટ બનાવી પૈસાની માંગ કરી, સાઇબર સેલની તપાસ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

રાજકોટ રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, સંદિપસિંહ નું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેના મિત્રો અને સંબંધીઓ પાસેથી પૈસા માંગવા માટેનો કેસ સામે આવ્યો છે. સાઈબર સેલ આ મામલે તપાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવાના અનેક અધિકારીઓના નકલી ઇન્ટરનેટ મીડિયા એકાઉન્ટ્સ બનાવી અને તેમના સંબંધીઓ અને મિત્રો પાસેથી પૈસા માંગવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. મીડિયા જગત સાથે સંકળાયેલા ઘણા પ્રખ્યાત લોકોના ખોટા ફેસબુક એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી પૈસા માંગવાની ઘણી ઘટનાઓ બની છે. રાજકોટ રેંજના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સંદીપ સિંહના નામે એક ફેસબુક એકાઉન્ટ બનાવી તેના મિત્રોને ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી.. જ્યારે આ અંગે કોઈ પ્રતિક્રિયા ન મળી ત્યારે પર્સનલ ચેટ બોક્સમાં જઈ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મુશ્કેલીમાં મુકાયાની વાત કહેતાં પૈસા મોકલવાની માંગ કરવામાં આવી હતી. ડીઆઈજીના મિત્રોએ જ્યારે તેમને આ વિશે જાણ કરી ત્યારે સાઈબર ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હતી. જ્યારે બનાવટી એકાઉન્ટ બનાવનારની માહિતી મળી ત્યારે તરત જ તેમનું એકાઉન્ટ ડિલીટ કરી દીધું. ગુજરાતમાં ફેક એકાઉન્ટ બનાવીને મિત્રો પાસેથી પૈસા માંગવાનો આ પહેલો કેસ નથી, આ પહેલા પણ ઘણા કેસો નોંધાયા છે. હાલ સાઈબર ક્રાઇમને આ મામલે કોઈ સબુત મળી આવેલ નથી, પરંતુ સાઈબર ગુનાઓ કરતી કેટલીક ગેંગ ગુજરાતમાં સક્રિય છે તેવું નકારી શકાય નહીં. વેપરી રાજ્ય હોવાને કારણે ગુજરાતમાં દરરોજ મોટા પાયે પૈસાની લેવડદેવડ થાય છે અને સાઈબર ગુનેગારો માટે આ સ્થાન કોઈ સ્વર્ગથી ઓછું નથી. આ જ કારણ છે કે રોજગાર ધરાવતા મીડિયા જગતના કેટલાક લોકોના નકલી ઇન્ટરનેટ મીડિયા એકાઉન્ટ્સ બનાવીને, શહેરના કેટલાક પ્રખ્યાત ઉદ્યોગપતિઓના તેમના સંપર્કોના સંબંધીઓ પાસે પૈસાની માંગ કરતી ઘટના સામે આવે છે. સાઈબર ક્રાઇમે ગુજરાતમાં ઘણાં સાયબર ગુનાઓનું સમાધાન કર્યું છે પરંતુ બનાવટી આઈપી એડ્રેસ દ્વારા અથવા અન્ય કોઈ સર્વરનો ઉપયોગ કરીને ગુજરાતની બહાર અથવા દેશની બહાર બેસીને ક્રૂર સાઈબર ક્રિમિનલનો લોકો પાસેથી પૈસા મેળવવાના ઘણા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સાઈબર ફ્રોડની ઘટનાઓ નોંધાય છે, પરંતુ હજી સુધી આવી ટોળકી સંપૂર્ણ રીતે સાફ થઈ નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર