ઇન્દિરા ગાંધી નેશનલ યુનિવર્સિટી (IGNOU)માં જાન્યુઆરી 2021 ના અધિવેશનમાં પ્રવેશ મેળવવાની ઇચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ, IGNOU ની સત્તાવાર વેબસાઇટ Ignou.ac.in ની મુલાકાત લઈને ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. જાન્યુઆરી સત્ર માટે ઓનલાઇન નોંધણી માટેની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2021 છે. ઓનલાઇન અરજી કરવા માટે, વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ IGNOU ની સત્તાવાર વેબસાઇટ, ignou.ac.in પર લોગઈન કરવાનું રહશે. આ પછી, હોમપેજ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન વિભાગમાં ન્યુ એડમિશન પર ક્લિક કરવાનું રહશે. હવે તેમાં નવું પેઈજ જોવા મળશે. હવે રજિસ્ટ્રેશન પેજ ખુલશે. અહીં માંગેલી માહિતીની નોંધણી કરો જેમ કે યુઝર નેમ, નામ, ઇમેઇલ આઈડી, મોબાઈલ નંબર વગેરે દાખલ કરો. જણાવી દઈએ કે ઓનલાઇન અરજી ફોર્મ ભરતા પહેલા, ઉમેદવારોએ વિગતવાર સૂચના તપાસવી જોઈએ. અરજી ફોર્મ ભરવા સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા સત્તાવાર વેબસાઇટ પર પ્રદાન કરવામાં આવી છે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું પડશે કે નોંધણી માટે દાખલ કરેલ ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર માન્ય હોવો જોઈએ. કારણ કે, આગળની બધી માહિતી ઉમેદવારોના રજિસ્ટર્ડ ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર દ્વારા મોકલવામાં આવશે. મહત્વનું છે કે, ઇન્દિરા ગાંધી નેશનલ યુનિવર્સિટીએ જાન્યુઆરી 2021 ના અધિવેશનમાં પ્રવેશ માટે ફરીથી નોંધણીની તારીખ વધારી દીધી છે. વિદ્યાર્થીઓ હવે 15 ફેબ્રુઆરી સુધીમાં ફરી નોંધણી કરાવી શકશે.અગાઉ ફરીથી નોંધણી માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. સાથે જ ઇગ્નૂએ પણ ડિસેમ્બર 2020 ની મુદત-અને-પરીક્ષા માટેના પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવી છે. હવે ઉમેદવારો 4 ફેબ્રુઆરી સુધી પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. જો કે, આ વખતે ઉમેદવારોએ 1000 રૂપિયા લેઇટ ફી ચૂકવવી પડશે.
IGNOU Admission 2021: જાન્યુઆરી સત્રમાં પ્રવેશ માટે કઈ તારીખ સુધી અરજી કરી શકાશે જાણો.
વધુ જુઓ
પાંચ રાજ્યોમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા
લગભગ 130 વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસનુ કદાચ અત્યાર કરતા વધુ પતન ક્યારેય થયુ નથી.
તેમણે કહ્યું કે હવે ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરીનો ભાર છોડીને કોઈ અન્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ.કપિલ સિબ્બલે ગાંધી પરિવાર ઉપર હુમલો કરતાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ‘ઘરની કોંગ્રેસ’ની જગ્યાએ ‘સૌની કોંગ્રેસ’ બને. તેમણે...
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો કડાકો
1500 પોઇન્ટના કડાકા સાથે સેન્સેક્સ 52,850ની સપાટી પર
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં સ્પષ્ટ ગભરાટ છે. એવું માનવામાં આવે છે કે કોમોડિટીના વધતા ભાવને કારણે મોંઘવારી વધશે, જેની ચિંતા શેરબજારમાં જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ ઉછાળાને કારણે શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 140...
આવતા અઠવાડિયે દેશમાં વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ,ક્રુડ ઓઈલની કિંમત ઓલટાઈમ હાઈ
પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી શકે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (રશિયા-યુક્રેન યુદ્ધ)ની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર પણ પડી છે. ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 110 ડોલરને પાર પહોંચી ગઈ છે. આ છેલ્લા સાત વર્ષમાં સૌથી...