Wednesday, March 29, 2023

નાણાં પ્રધાને આ ભારતીય કંપનીના ટેબ્લેટ દ્વારા 2021 નું બજેટ રજૂ કર્યું હતું.

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મેડ ઇન ઇન્ડિયા ટેબ દ્વારા 2021 ના ​​બજેટની રજુઆત કરી હતી. મોટાભાગના લોકોને લાગ્યું હતું કે નાણાં પ્રધાને એપલના મેડ ઇન ઈન્ડિયા ટેબ્લેટ દ્વારા બજેટ રજૂ કર્યું હતું, પરંતુ હવે બે દિવસ પછી એ બહાર આવ્યું છે કે 2021 ના ​​બજેટ માટે કઈ ભારતીય કંપનીનુ ટેબ્લેટનો ઉપયોગ કરાયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે મેડ ઇન ઇન્ડિયા ટેબ્લેટ જેમાં નાણાં પ્રધાને બજેટ રજૂ કર્યું તે કોઈ બીજી કંપનીનું નહીં પરંતુ લાવાનું ટેબ્લેટ છે. લાવા ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ સુનીલ રૈનાએ ટ્વીટ કર્યું હતું કે જે ટેબ્લેટ પરથી બજેટ રજૂ કરાયું તે લાવાનું ટેબ્લેટ છે. જોકે, તેણે ટેબ્લેટની સુવિધાઓ અને કિંમત વિશે કોઈ માહિતી આપી નથી. લાવાની ઓફિશિયલ વેબસાઇટ પર ત્રણ ટેબ્લેટની સૂચિઓ છે જેમાંથી Lava T81N એક પ્રીમિયમ ટેબ છે. તેની કિંમત 16,999 રૂપિયા છે. આ ટેબમાં 8 ઇંચની એચડી પ્લસ આઇપીએસ ડિસ્પ્લે છે. આ સિવાય, તેની બોડી મેટલની છે અને 5100 એમએએચની બેટરી સાથે કનેક્ટિવિટી માટે 4G VoLTE પણ છે. આ સિવાય કંપનીની વેબસાઇટ પર Ivory Pop અને Lava Magnum X1 પણ સામેલ છે.

Chakravatnews
Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર