Sunday, September 15, 2024

કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારત અને યુ.એસ. ભેગા મળીને, 2022 સુધીમાં 100 કરોડ રસી બનાવશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ક્વાડ દેશો કોરોના મહામારીને પડકારવા માટે ભેગા થયા છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ બન્ને મળીને કોરોના વાયરસ સામેની લડતમાં રસી ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ભેગા થયા છે. યુએસ ભારતને 2022 ના અંત સુધીમાં કોરોના વાયરસની 100 મિલિયન રસી બનાવવામાં મદદ કરશે. યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન(U.S. International Development Finance Corporation) ભારતીય ઉત્પાદક બાયોલોજિકલ ઇ લિ.ને ( Indian manufacturer Biological E Ltd.)100 મિલિયન રસી બનાવવા માટે મદદ કરશે. 2022 ના અંત સુધીમાં COVID-19 રસીના ઓછામાં ઓછા 100 કરોડ ડોઝ ઉત્પન્ન કરવાના તેના પ્રયત્નોને સમર્થન આપવા અમેરિકન ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન, ભારતીય ઉત્પાદક બાયોલોજિકલ ઇ લિમિટેડ સાથે કામ કરશે. શુક્રવારે, ક્વાડ દેશો એટલે કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ મહત્વપૂર્ણ મીટિંગમાં, કોરોના વાયરસ સામે લડતા વિશ્વને તેમાંથી મુક્તિ મેળવવા માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં મોટો નિર્ણય એ હતો કે અમેરિકન રસી જહોનસન અને જહોનસનનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. આ સાથે એશિયન દેશોમાં એક વર્ષમાં રસી પહોંચાડવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. ક્વાડ દેશોની બેઠકમાં ભારતની રસી આપવાની રીતને ટેકો આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.દેશમાં યુએસ રસી બનાવવા માટે ભારત તેની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કરશે. શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડા પ્રધાન યોશીહિદે સુગાએ શુક્રવારે ક્વાડ ડિજિટલી આયોજિત સમિટમાં ભાગ લીધો હતો. સંમેલનને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે,’ હું આ સકારાત્મક વલણને ભારતના ‘વસુધૈવ કુટુંબકમ’ના દર્શનના વિસ્તરણ તરીકે જોઉં છું, જે આખા વિશ્વને એક પરિવાર ગણે છે.’

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર