Sunday, December 8, 2024

આ કારણે અંકિતા લોખંડેના ઘરે પહોંચી કિન્નર પૂજા શર્મા, જોરશોરથી ડાન્સ કર્યો,વીડિયો થયો વાયરલ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

‘પવિત્ર રિશ્તા’ ફેમ અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર અતિ સક્રિય રહે છે. તે ઘણીવાર તેમના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરે છે. આટલું જ નહીં, અંકિતા પોતાના પરિવાર અને તેના જીવનથી સંબંધિત મહત્વપૂર્ણ પળો પણ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરે છે. તાજેતરમાં જ, અંકિતાએ માતાપિતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. તેણે આ બંનેને એક વિશેષ અને અનોખું સરપ્રાઈઝ આપ્યું, જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો. ખરેખર, અંકિતા લોખંડેના મમ્મી-પપ્પાની લગ્નની વર્ષગાંઠ તાજેતરમાં જ હતી. આ ખાસ પ્રસંગે અંકિતાએ કિન્નર પૂજા શર્માને તેના ઘરે બોલાવી. પૂજાનું તેમના ઘરે આવું એ અંકિતાનાં માતા-પિતા માટે પણ આશ્ચર્યજનક વાત હતી. પૂજાએ વિતાવેલા ખાસ પળોનો વીડિયો અંકિતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે ચાહકોને તેનો આ વીડિયો ખૂબ પસંદ આવ્યો છે. આ સાથે જ પૂજા શર્મા પણ વીડિયોમાં અંકિતા વિશે ઘણી વાતો કહેતી જોવા મળી રહી છે. આ બંનેનો આ વીડિયો તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ‘પૂજા દી, કાલે ઘરે આવવા બદલ આભાર, હું આ રાત ક્યારેય નહીં ભૂલી શકું. મારે બધાને તમારા વિશે ઘણી બધી વાતો કહેવાની છે, પણ મારી પાસે આટલા શબ્દો નથી. તમે અંદર અને બહારથી બંને રીતે ખૂબ જ સુંદર છો. તમે ગયા પછી પણ તમારી સકારાત્મકતા મારા આખા ઘરમાં જે રહી હતી. જે રીતે આપણે બંનેએ દિલથી ડાન્સ કર્યો તે ખુબ જ આનંદકારક હતું. અન્ય પ્રત્યેનો તમારો પ્રેમ એકદમ નિ: સ્વાર્થ છે. તમે ભગવાનના ખૂબ જ ખાસ અને વહાલા બાળક છો, તમે દરેકની નજર ઉતારો છો, પણ તમારી નજર કોણ ઉતારશે ? તમને ક્યારેય નજર ન લાગે, આમ જ તમે હંમેશા સ્મિત કરતા રહો.’ અંકિતાના આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યાર સુધી આ વીડિયો સાત લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સાથે જ આ અંગે કમેન્ટ કરીને ચાહકો અંકિતા અને પૂજા શર્માની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર