Wednesday, October 5, 2022

કંગના રનૌત ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવશે, જાણો આ ફિલ્મ અંગેની વધુ માહિતી.

spot_imgspot_imgspot_imgspot_img

પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ગણતરી દેશના સૌથી મજબૂત વડા પ્રધાનોમાં થાય છે. એવા ઘણા ઓછા રાજકારણીઓ રહ્યા કે જેમણે ઈન્દિરાની જેમ રાજકીય ઇચ્છાશક્તિ અને લોકપ્રિયતા મેળવી. હવે રાજકારણનું આ શક્તિશાળી પાત્ર મોટા પડદા પર જોવા મળશે, જેને બોલીવુડની અભિનેત્રી કંગના રનૌત જીવંત કરશે. આજે કંગનાએ તેની રાજકીય ડ્રામા ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મના શીર્ષક અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. કંગનાએ જાહેર કરેલી માહિતી મુજબ આ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે. આ ઇન્દિરાની બાયોપિક ફિલ્મ નહીં હોય. એક પીરિયડ ફિલ્મ છે, જેના દ્વારા દેશના સામાજિક અને રાજકીય લેન્ડસ્કેપ પર ટિપ્પણી કરવામાં આવશે. ફિલ્મમાં ઘણા દિગ્ગજ કલાકારોની એન્ટ્રી થશે. કંગનાએ કહ્યું કે તે ભારતીય રાજકીય ઇતિહાસના આઇકોનિક નેતાની ભૂમિકા નિભાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે આ ફિલ્મ એક પુસ્તક પર આધારિત છે. જોકે, હજુ સુધી આ પુસ્તકનો ખુલાસો થયો નથી. આ ફિલ્મ ઇંદિરા ગાંધીના ઇમર્જન્સી અને ઓપરેશન બ્લુસ્ટારના કાર્યકાળના બે મોટા નિર્ણયોને પ્રકાશિત કરશે. કંગનાએ આ માહિતી ટ્વિટર પર શેર કરી અને ઇન્દિરા ગાંધીની તસવીરો પણ શેર કરી. આ સાથે તેમણે પ્રખ્યાત લેખક ખુશવંત સિંહની લાઇનો લખી, જેઓ ઈન્દિરા વિશે કહેવામાં આવી હતી – તે ખૂબ જ સુંદર હતી. કંગનાએ ઇન્દિરાના લુકમાં તેનો એક જુનો ફોટો શેર કર્યો અને કહ્યું કે આ તેનું જૂનું ફોટોશૂટ છે. તે જાણતી ન હતી કે એક દિવસ તે આ મહાન પાત્ર ભજવશે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર