Tuesday, September 27, 2022

કંગનાના ટ્વિટર એકાઉન્ટ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જાણો શા માટે ?

spot_imgspot_imgspot_imgspot_img

એક્ટ્રેસ કંગના રાનાઉત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ટ્વિટર પર દરેક મુદ્દા પર પ્રતિક્રિયા આપે છે અને પોતાની વાત કહેતા જરા પણ ખચકાટ અનુભવતી નથી અને તે બિન્દાસ રીતે પોતાની વાત રજૂ કરે છે. આ કારણોસર, તે ઘણી વખત ટ્રોલ્સના નિશાનમાં પણ આવી જાય છે. જો કે, અભિનેત્રી ટ્રોલ્સનો જવાબ આપવામાં પણ કઈ જ બાકી રાખતી નથી. બુધવારે કંગના રાનાઉતના ટ્વિટર એકાઉન્ટ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી, કંગનાએ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી. સાથે જ કંગનાએ પણ ટ્વિટર પર સીઇઓ જેકને ટેગ કરીને જેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી તેમને વળતો જવાબ આપ્યો. તમને જણાવી દઈએ કે ટ્વિટર પર #SuspendKanganaRanaut નામનું હેસ્ટેંગ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ટ્વિટમાં કંગનાએ શું કહ્યું?
અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે- ‘ઉદારવાદીઓ હવે તેમના કાકા જેક પાસે ગયા પછી રડવા લાગ્યા અને મારા એકાઉન્ટ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ મૂક્યો. તે લોકો મને ધમકાવી રહ્યા છે. મારું એકાઉન્ટ / વર્ચુઅલ ઓળખ કોઈપણ સમયે દેશ માટે શહીદ થઈ શકે છે. પરંતુ મારું રીલોડેડ દેશભક્ત વર્ઝન ફરી ફિલ્મો દ્વારા આવશે. હું તને નાશ કરીને જીવીશ.’

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કંગનાએ વેબ સીરીઝ તાંડવ અંગેના વિવાદ પર પણ પ્રતિક્રિયા આપી હતી. વેબ સિરીઝના નિર્માતાઓએ માફી માંગી હોવા છતાં પણ, અભિનેત્રીએ ટ્વીટ કરી અને વેબ સિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરન સામે સવાલ ઉભો કર્યો હતો.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર