Sunday, June 16, 2024

ટ્વીટરની ટક્કરની દેશી એપ Koo એપ અને તેની સુવિધા વિશે જાણો ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તાજેતરમાં જ ભારતમાં TikTok, PUBG Mobile અને SheIn જેવી ઘણી ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આના લીધે ઘણા ભારતીય એપ્લિકેશન વિકાસકર્તાઓ આગળ આવ્યા અને વિદેશી એપ્લિકેશન્સનના વિક્લ્પ માટે પ્રોત્સાહિત થયા. આ દોરમાં આત્મનિર્ભર ભારત તરફ આગળ વધીને અપ્રમેય રાધાકૃષ્ણ અને તેની ટીમ દ્વારા Koo એપ રજૂ કરવામાં આવી. જેને ટવીટરના અવેધ તરીકે માનવામાં આવી રહી છે. ઘણા ભારતીય પ્રધાનો અને હસ્તીઓએ આ ભારતીય સોશ્યલ નેટવર્કિંગ એપ્લિકેશન માટે સાઇન અપ કરવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ અને રેલવે પ્રધાન પિયુષ ગોયલ આ એપનો હિસ્સો બની ચુક્યા છે.

શું છે આ Koo એપ ? ઉપર જેમ જણાવ્યું તેમ આ Koo એપને ટવીટરના અવેધ તરીકે માનવામાં આવી રહી છે. આ ભારતીય માઇક્રો બ્લોગિંગ વેબસાઇટને ગયા વર્ષે માર્ચ મહિનામાં અપ્રમેય રાધાકૃષ્ણ અને મયંક બિદાવતકા દ્વારા વિકસાવવામાં આવી હતી. ટ્વિટરની જેમ, કુ ( Koo) પણ એ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ છે, જ્યાં તમે વિવિધ મુદ્દાઓ પર તમારા મંતવ્યો અને અભિપ્રાય આપી શકો છો. તેણે ઓગસ્ટ 2020 માં ભારત સરકાર દ્વારા આયોજિત આત્મનિર્ભર એપ ઇનોવેશન ચેલેન્જ પણ જીતી હતી. સૌથી મહત્વની વાત એ છે કે આ એપમાં ઘણી ભારતીય ભાષાઓને પણ ટેકો આપવામાં આવ્યો છે. હાલમાં તેલુગુ, કન્નડ, બંગાળી, તમિળ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, અને આસામી ભાષાનો સપોર્ટ ઉપલબ્ધ છે.

આ એપથી શું કરી શકાય ?

કુ એપ્લિકેશનમાં, વપરાશકર્તાઓ પ્લેટફોર્મ પર પોસ્ટ્સ, વિડિઓઝ અને ફોટા શેર કરી શકે છે. ટ્વિટરની જેમ, વપરાશકર્તાઓ કુ પર ડીએમ દ્વારા પણ એક બીજા સાથે ચેટ કરી શકે છે. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે આ એપ્લિકેશન ઉપલબ્ધ છે.એટલે કે, વપરાશકર્તાઓ તેને iPhone અને Android બંને ફોન પર ડાઉનલોડ કરી શકે છે. ગૂગલ પ્લે સ્ટોર પર 1 મિલિયનથી વધુ આ એપ ડાઉનલોડ્સ થઇ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર