માળીયાના નાના દહીંસરા ગામ નજીક કારે બાઇકને હડફેટે લેતા એકનુ મોત; એક ઇજાગ્રસ્ત
માળીયા મીયાણા તાલુકાના નાના દહીંસરા ગામના પાટીયા નજીક વાસુકી કોલની બાજુમાં હાઈવે રોડ ઉપર હ્યુન્ડાઈ કંપનીની ઓરા મોડલની ગાડીએ બાઈકને હડફેટે લેતા બાઇક પર સવાર યુવકને ઇજા પહોંચી હતી જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું. આ બનાવમાં આરોપી કાર ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા મહેશ ઉર્ફે મસો બાબાભાઈ ખીંટ (ઉ.વ.૩૬) એ આરોપી હ્યુન્ડાઈ કંપનીની ઓરા મોડલની ગાડી રજીસ્ટર નંબર -જીજે-૩૬-એજે-૫૮૮૩ ના ચાલક વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી હુંન્ડાઇ કંપનીની ઓરા મોડલની ગાડી રજીસ્ટર નં-GJ-36-AJ-5883 વાળી પુરઝડપે બેદરકારીથી મનુષ્યની જીંદગી ઝોખમાય તે રીતે ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી તથા સાથી પોતાનુ હિરો હોન્ડા સ્પલેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નં-GJ-03-DR-9204 વાળાની ઓવરટેક કરવા જતા પાછળથી ટક્કર મારી રોડ ઉપર પાડી દઇ ફરીયાદીને શરીરે નાની મોટી ઇજા જેમા નાકના ભાગે ફેકચર જેવી ઇજા કરી તેમજ ફરીયાદી સાથે રહેલ વ્યકિતને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં સાથી વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.