Sunday, September 15, 2024

મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ: એપ્રિલમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પ્રવૃત્તિમાં નજીવો સુધારો, નોકરીની છટણીમાં પણ ઘટાડો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં માર્ચની તુલનામાં એપ્રિલમાં નજીવો સુધારો જોવા મળ્યો હતો. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે નવો ઓર્ડર અને આઉટપુટ આઠ મહિનાના નીચલા સ્તરે આવી ગયા હતા. આ બાબત માસિક સર્વેક્ષણમાં જણાવવામાં આવી છે. IHS Markiનો મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) એપ્રિલમાં 55.5 રહ્યો હતો. માર્ચમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર પીએમઆઈ ૫૫.૪ રહ્યું હતું. પીએમઆઈ પર 50 થી વધુનો આંકડો વૃદ્ધિ જયારે તેનાથી નીચેનો આંકડો સંકોચન દર્શાવે છે. આઇએચએસ માર્કિટના એસોસિએટ ડાયરેક્ટર (ઇકોનોમિક્સ) પૌલિયાના ડી લીમાએ જણાવ્યું હતું કે, “કોવિડ-19 કટોકટીને લીધે નવા ઓર્ડર અને આઉટપુટના વિકાસમાં વધુ નરમાઈ આવી હતી.”

લીમાએ જણાવ્યું હતું કે કોવિડ-19 ના કેસોમાં વધારો માંગમાં વધુ ઘટાડો કરી શકે છે. જોકે, કોવિડ-19ના દૈનિક કેસોમાં ભારતમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં એક દિવસમાં કોરોના વાયરસના 3,68,147 નવા કેસ નોંધાયા હતા. આના કારણે કુલ કેસોની સંખ્યા વધીને 1,99,25,604 થઈ હતી. લીમાએ જણાવ્યું હતું કે ઉત્પાદકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓને અવગણી શકાતી નથી. જ્યાં સુધી ખર્ચનો સવાલ છે, સર્વેક્ષણમાં ભાગ લેનારાઓએ ખર્ચમાં તીવ્ર વધારો સૂચવ્યો છે. લીમાએ જણાવ્યું હતું કે, “એપ્રિલમાં છેલ્લા સાત વર્ષમાં ખર્ચમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે.” આને કારણે ઓક્ટોબર ૨૦૧૩ પછી આઉટપુટ ચાર્જમાં સૌથી ઝડપી દરમાં વધારો થયો હતો. આગામી મહિનાઓના આંકડા એ અર્થમાં નોંધપાત્ર રહેશે કે આ પડકારો હોવા છતાં, ક્લાયન્ટની માંગમાં લચીલતા રહશે. અથવા ઉત્પાદકોએ નવું કામ હાથ ધરવા માટે જાતે ખર્ચ ઉઠાવવો પડશે.” એપ્રિલમાં પણ ઉત્પાદન ક્ષેત્રમાં છટણી ચાલુ રહી હતી. જોકે છેલ્લા 13 મહિનામાં છટણીનો દર સૌથી ધીમો રહ્યો હતો.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર