Thursday, May 16, 2024

મોરબી : બહાદુરગઢ ગામ પાસે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

બહાદુરગઢના પાટીયા પાસે મની ટ્રાન્સફરના ઉઘરાણીના રોકડા રૂ. 7.27 લાખની મતા ભરેલ થેલો ઝુટવી જનાર ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડ્યા છે. આ સાથે રૂ. 1.50 લાખની રોકડ રિકવર કરી છે. જ્યારે પાંચ અજાણ્યા શખ્સની હજુ શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.28 જુલાઈના રોજ ફરીયાદી શૈલેષભાઇ વડસોલા કે જે મની ટ્રાન્સફરના અલગ અલગ મોબાઇલ ફોનની દુકાનેથી કલેકશન કરી મોરબી પરત આવતા હતાં તે દરમ્યાન બપોરના સમયે અજાણ્યા બે મોટર સાયકલ ઉપર ચાર અજાણ્યા ઇસમોએ આવી રોકડા નાણા તથા ફરીયાદીનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન જે થેલામાં રાખેલ હતો તે થેલો ઝુટવા પ્રયત્ન કરતા ફરીયાદી મોટરસાયકલ ઉપરથી પડી જતાં રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. 7,27,500ના થેલાની ચીલ ઝડપ કરી નાશી ગયેલ હતા. ફરીયાદીએ અજાણ્યા માણસો વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો.

ફરિયાદ બાદ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબી સહિતની પોલીસ ટિમો તપાસમાં લાગી હતી. ફરીયાદીના જણાવ્યા મુજ્બ ગુનામાં ચીલ ઝડપ કરનાર અજાણ્યા માણસ જે ગુજરાતી બોલતા હતા અને જેના મોટર સાયકલની નંબર પ્લેટ ન હતી તે અપાચી મો.સા. તથા સ્પ્લેન્ડર મો.સા.ની આગળની નંબર પ્લેટ તુટેલી હોય જેથી નંબરની ફરીયાદીને ખબર ન હોય પરંતુ એક અપાચી તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ હતું જે ચીલ ઝડપ કરી મો.સા. લઇ નાશી ગયેલ હોય જેથી અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુના તમામ વિસ્તારમાં આ મોટર સાયકલો અંગેની હ્યુમન ઇન્ટેલીઝન્સ તથા પોકેટકોપ એપ આધારે તપાસ કરવામાં આવેલ હતી.

ત્યારબાદ એલસીબીને ખાનગી બાતમીદારો મારફતે હકિકત મળેલ કે, આ ગુનામાં વપરાયેલ મોટર સાયકલો જેમાં હિરો સ્પ્લેન્ડર મોટર નંબર GJ-36-K-5003 વાળુ વપરાયેલ છે. જેથી પોકેટકોપ એપ મારફતે સર્ચ કરતા મો.સા. પાર્થ ભરતભાઇ વડસોલા રહે. ટીબંડી તા.જી. મોરબી વાળાના નામે રજી. થયેલ હોય જેથી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી અંગે તપાસ કરતા મોટર સાયકલ વિશાલg ભરતભાઇ વડસોલા / પટેલ રહે. જુની ટીબંડી પટેલ શેરી તા.જી. મોરબી વાળો વાપરતો હોય જેથી તેની તપાસ કરી હસ્તગત કરી મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી સઘન પુછપરછ કરતા ગુનામાં પોતે તથા પોતાના અદાના દિકરા બેચરભાઇ ગણેશભાઇ વડસોલા રહે. ટીબંડી તાજી. મોરબી વાળા તથા પોતે જે કારખાનામાં લેબર કોન્ટ્રાકટ રાખે છે તે લોરેન્જો કારખાનામાં લોડર ચલાવતા પ્રકાશ રાવજી તાહેડ રહે. મુળ નેગડીયા અંતરવેલીયા તા.જી. જાબુઆ મધ્યપ્રદેશ વાળા તથા દિલીપ માનસીંગભાઇ આડીયા રહે. ખાખરીયા જીરી ગામ, સરદારપુર તા.જી.ધાર મધ્યપ્રદેશ વાળા તથા તેની સાથેના અજાણ્યા માણસોએ મળી કાવતરૂ રચી આ ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત આપેલ હતી.
જેને પગલે પોલીસે વિશાલ ભરતભાઇ વડસોલા ઉ.વ.૨૭ રહે. જુની ટીબંડી પટેલ શેરી તા.જી. મોરબી, બેચરભાઇ ગણેશભાઇ વડસોલા ઉ.વ. ૨૦ રહે. ટીબંડી પટેલ સોસાયટી, પ્લોટ નં-૨૫ તા.જી.મોરબી, પ્રકાશ રાવજી તાહેડ ઉ.વ. ૨૫ રહે. હાલ લોરેન્જો સીરામિકની ઓરડીમાં લાલાપર પાછળ,મુળ રહે નેગડીયા અંતરવેલીયા તા.જી. જાબુઆ મધ્યપ્રદેશવાળાની ધરપકડ કરી રોકડા રૂ.1,50,000નો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે એક ગાડીમાં આવેલ અજાણ્યા પાંચ માણસોને પકડવાના હજુ બાકી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર