Monday, May 12, 2025

મોરબી ઓસેમ C.B.S.E. સ્કુલ ના કોમર્સ ડીપાર્ટમેન્ટ ના વિદ્યાર્થીઓ દ્વારા અમુલ ડેરી તથા અમુલ ચોકલેટ પ્લાન્ટ ની મુલાકાત લેવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ધો.૧૧-૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર ઔદ્યોગિક મુલાકાત નુ અનેરુ આયોજન.

મોરબી શહેર ની સૌપ્રથમ CBSE સ્કુલ ઓમ શાંતિ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને ભણતર ની સાથે ગણતર મળી રહે તેમજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર વિવિધ કાર્યક્રમો નું આયોજન હરહંમેશ કરવા મા આવે છે ત્યારે તાજેતર મા ઓસેમ CBSE સ્કુલ ના ધો.૧૧-૧૨ કોમર્સ ના વિદ્યાર્થીઓને ઔદ્યોગિક પ્રવૃતિઓનુ પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સમગ્ર વિશ્વ ના સૌથી મોટા સહકારી ક્ષેત્ર ના એકમ અમુલ ડેરી તથા અમુલ ચોકલેટ પ્લાન્ટ ની મુલાકાત નુ આયોજન કરવા માં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.


કોમર્સ ના વિદ્યાર્થીઓ માં સંચાલકીય, વાણિજ્યિક તેમજ વ્યવસાયિક ગુણો નો વિકાસ થાય તે અનિવાર્ય છે ત્યારે મોરબી ની ઓસેમ CBSE સ્કુલ ના વિદ્યાર્થીઓ એ અમુલ ડેરી તથા ચોકલેટ પ્લાન્ટ ની મુલાકાત લઈ ત્યાંની ઉત્પાદન પ્રક્રિયા, માર્કેટીંગ ની પધ્ધતિઓ, સંચાલકીય માળખુ, નીતીવિષયક નિર્ણયીકરણ તેમજ અમલ, હીસાબી પધ્ધતિઓ તથા અંકુશ પધ્ધતિઓ વિશે તલસ્પર્શી માર્ગદર્શન મેળવ્યુ હતુ. વિદ્યાર્થીઓ સાથે સ્કુલ ના કોમર્સ ડીપાર્ટમેન્ટ ના સંતોષ સર, દીપીકા મેડમ, અંકીતા મેડમ, વિજય સર સહીત નો સ્ટાફગણ જોડાયો હતો જેમણે વિદ્યાર્થીઓને વિવિધ બાબતો નુ પ્રાયોગિક જ્ઞાન પ્રદાન કર્યુ હતુ.


વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસઅર્થે કરાયેલ આ આયોજન બદલ સંસ્થા ના ટ્રસ્ટી નારૂભા જેઠવા સાહેબ, સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, સિધ્ધાર્થભાઈ પટેલ, સુર્યરાજસિંહ જેઠવા, સંસ્થા ના પ્રિન્સિપાલ દીપા શર્મા મેડમ સહીતનાઓએ સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી

 

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર