મોરબીમાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી જિલ્લો બન્યો તેનો વર્ષો વીતી ગયા છતા મોરબીમાં પુરતી સુવિધાઓ મળતી નથી મોરબી જીલ્લો અનેક સુવિધાઓદી વંચિત છે જેથી મોરબીન જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી લેખિત રજૂઆત કરી મોરબી શહેર તેમજ જીલ્લામાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજુઆત કરી છે.
મોરબીના જાગૃત નાગરિક પી.પી. જોષીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લો બનેલ થી પરંતુ કોઈ મોરબીને સુવિધા મળેલ નથી મોરબીથી અમદાવાદ મુંબઈ જવા માટે કોઈ રેલ્વે સુવિધા નથી આમા રેલ્વેને કોઈ જાતનો ખર્ચ નથી હળવદ થી દસ થી બાર ગાડી ચાલે છે તેમાથી ચારથી પાંચ ટ્રેન વાયા-મોરબી કરવી જોઈએ જેથી પ્રજાનો પ્રશ્ન ઉકેલાય જાય તેમ છે.
એસ.ટી.સુવિધા મોરબીના સામાકાંઠા ખાતે હાઉસીંગ બોર્ડ ખાતે કંન્ટ્રોલ પોઇન્ટ બનાવો જરૂરી છે જયા દરરોજ ત્રણ હજાર મુસાકરની અવર જવર છે પણ પુછ પરછ ઈન્કવાયરીની સુવિધા નથી તેમજ મોરબી જુના બસ સ્ટેન્ડ ખાતે રીઝર્વેશન બારી ચાલુ કરવુ જરૂરી છે આજે પ્રજાને નવા બસ સ્ટેન્ડ ત્રણ કીમી સુધી જવુ પડે છે.
મોરબી શહેરની ટ્રાફીક સમસ્યા નહેરૂગેઈટ ચોકમાં પાથરણા લારી, ગલ્લા, ત્રિકોણબાગ જુના બસ સ્ટેન્ડ રોડ, શાક માર્કેટ ચોક આધેધડ લારી ગલ્લા હટાવવા જરૂરી છે આજે શહેરમાં શોપીંગ કરવા આવતી વ્યકિતને પોતાનુ બાઈક કયા રાખવુ તે મોટો પશ્ન છે વેપારી પોતાનો માલ આડેધડ રસ્તા ઉપર રાખે છે જે પ્રજાને ધણી જ મુશ્કેલી પડે છે તો લારી ગલ્લા અને પાથરણા હટાવવા જરૂરી છે આ બાબતે રાજકારણીએ આગળ આવવુ જોઈએ જો પોલીસ કોઈ ટ્રાફીકની કામગીરી કરે તો તેને અટકાવી દેવી ન જોઈએ પોલીસ ને સાથ સહકાર આપવો જોઈએ જેથી પોલીસ બદનામ થાય નહી અને પોલીસને ટ્રાફીક બાબતે નિયમોસાર છુટ આપવી જોઈએ મોરબી કરોડો રૂપિયાનો ટેકક્ષ ભરે છે છતા પ્રજા સુવિધાથી વંચીત છે પ્રજાયે ભાજપ સરકારને ખોબલેને ખોબલે મત આપેલ છે પરંતુ તેનુ પરિણામ આવેલ નથી જે ધણીજ દુખદ બીના છે તેમજ મહેન્દ્નગર ચોકડીએ બીજ બનાવવાનું કામ ગોકળ ગાયની ગતી એ ચાલી છે, હાલમાં ટ્રાફીક સમસ્યા ઘણીજ થાય છે તો બ્રીજના કામો તાત્કાલીક પૂર્ણ કરવા જોઈએ અને મોરબી શહેરમાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મોરબીના જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે.