Friday, August 22, 2025

મોરબીના ડીપીઈઓ-ડીઇઓના ચાર્જને આવકારતું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભરતભાઈ વિડજાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીનો ચાર્જ અને નિલેશભાઈ રાણીપાને ડી.ઇ.ઓ.નો ચાર્જ અપાયો.

મોરબીમાં છેલ્લા બે વર્ષથી બી.એમ.સોલંકી ડીઇઓ અને ડીપીઈઓ તરીકેની બંને જવાબદારીઓ સંભાળતા હતા એમની સંયુક્ત નિયામક તરીકે બઢતી સાથે બદલી થતા મોરબીમાં બંને જગ્યાઓ ખાલી થઈ હોય,શિક્ષણ વિભાગ-ગાંધીનગર દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ ભરતભાઈ વિડજાને અપાયો છે જેઓ કલાસ-૨ અધિકારી છે,જેમને પ્રાથમિક શાળામાં એચ.ટાટ. મુખ્ય શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી કલાસ-૨ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ વી.સી. હાઈસ્કુલના પ્રિન્સીપાલ તરીકે ખુબજ સારી કામગીરી બજાવી હતી અને વી.સી.હાઈસ્કૂલમાં પ્રાણ પૂર્યા હતા ત્યારબાદ હાલ તેઓ નાનીબરાર ખાતે મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે પણ યશસ્વી કામગીરી કરી રહયા હતા.હવે તેઓને મોરબીના ડીપીઈઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે,

એવી જ રીતે નિલેશભાઈ રાણીપા જેમને જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપયો છે.તેઓએ ક્ચ્છમાં માધ્યમિક વિભાગમાં સુંદર કામગીરી કરી ક્લાસ-૨ ની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને તેઓએ ડી.ઇ.ઓ. કચેરી મોરબી ખાતે એજ્યુકેશન ઇન્સપેક્ટર તરીકે ઉમદા કાર્ય કર્યું હતું ત્યારબાદ હાલ તેઓ મોડેલ સ્કૂલ વાંકાનેર ખાતે પ્રિંન્સિપાલ તરીકેની મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે એમને હવે વિભાગ દ્વારા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી તરીકેની ચાર્જ સોંપવામાં આવેલ હોય આ બંને અધિકારીની નિમણુંકને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા આવકારમાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર