Monday, May 19, 2025

મોરબીનાં મનોદિવ્યાંગ “જય ઓરિયા”ને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ” મળ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વડોદરા ખાતે ગુજરાત ભરનાં સ્પેશીયલ નીડ ફિલ્ડનાં સ્પેશીયલ ચાઈલ્ડમાં મોરબીનાં જય ઓરિયાને તેમના નિરંતર પ્રયાસો વડે “બેસ્ટ સોસિયાલિઝમ ” બદલ આ એવોર્ડ મળેલ છે.

મનોદિવ્યાંગ ઉત્થાન ક્ષેત્રે કાર્યરત વ્યાવસાયિકો તેમજ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકો અને તેઓના વાલીઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ભવ્ય કાર્યક્રમમાં 12 જેટલી કેટેગરીના 80 થી વધુ દિવ્યાંગ જનોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં મોરબીનાં જય ઓરિયાને “ધ ગાર્ડિયન સુપર એન્જલ એવોર્ડ” મળેલ છે, વડોદરા ખાતેનો આ કાર્યક્રમ ખુબ જ પ્રેરણાદાયી બનેલ છે, પ્રયત્નશીલ દિવ્યાંગ બાળકો/ પેરેંન્ટ્સ તેમજ તે ક્ષેત્રે કાર્યરત કેટેગરીના લોકો માટે આ એવોર્ડ્સએ ગૌરવ નીબાબત છે.

મનો દિવ્યાંગ બાળકોનાં ક્ષેત્ર સાથે સંકળાયેલ તમામ કેટેગરીનાં શ્રેષ્ઠ લોકોને તેમનાં સેવા સમર્પણને સન્માનીત કરેલ છે, ખાસ તો દિવ્યાંગ ક્ષેત્રે સુપર એન્જલ હીરોને શોધીને “ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવે છે વર્તમાન સમયનાં અપડેટ સાથેનું જોડાણ મનો દિવ્યાંગ બાળકનાં જીવનનાં સામાજિકરણ માટે મહત્ત્વપૂર્ણ છે, અનુભવોની પ્રક્રિયા દ્વારા આ બાળકો ઘણી પ્રગતિ સાધી શકે છે, સમયનાં પ્રવાહ મુજબ આવા બાળકોનું સામાજિકણ કરવા મનોવૈજ્ઞાનિક ટેકનિકોનો સમજપૂર્વક ઉપયોગ કરી સારા પરિણામો મેળવી શકાય, અને તે આજના સમયની જરૂરિયાત છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર