Tuesday, April 23, 2024

ભારતમાં નવા પ્રકારનાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 38 થઈ: આરોગ્ય મંત્રાલય

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભારતમાં, બ્રિટનમાં નોંધાયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસોની સંખ્યા 38 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે આ માહિતી આપી. બ્રિટનનું કહેવું છે કે આ નવા પ્રકારનો વાયરસ પહેલા કરતા 70 ટકા વધુ ચેપી છે. જો વિજ્ઞાનીનિકો માને છે કે હાલની રસી પણ આ નવા વાયરસ પર અસરકારક રહેશે.

આજથી અનેક રાજ્યોમાં શાળા-કોલેજો ખુલ્લી
સોમવારથી કેટલાંક મહિનાના ગાળા પછી ઘણા રાજ્યોમાં સ્કૂલ-કોલેજો ફરીથી શરૂ થવા માંડી છે. શાળાઓને ફરીથી સલામત રીતે ખોલવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. લાંબાગાળાના રોગચાળાને કારણે 2020-21 શૈક્ષણિક સત્રના વિક્ષેપજનક પ્રવૃત્તિઓ અને અભ્યાસક્રમોને પૂર્ણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેરળ અને કર્ણાટકમાં, જ્યાં 1 જાન્યુઆરીએ ઘણી શાળાઓ ખોલવામાં આવી હતી, બિહાર અને પોન્ડીચેરીની શાળાઓ આજથી ફરીથી ખોલવામાં આવી હતી. બિહારમાં 50 ટકા હાજરી સાથે શાળાઓમાં નવમાથી બારમા ધોરણ સુધી વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે, જ્યારે કોલેજોમાં અંતિમ વર્ષના વર્ગ શરૂ થયા છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં સ્કૂલના બાળકોને માસ્ક વિતરણ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર