Sunday, September 15, 2024

શું તમને ખબર છે,નોરા ફતેહી કોની સાથે લગ્ન કરવા માગે છે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પોતાની સુંદરતા અને નૃત્યથી દરેકના દિલમાં ધબકનાર નોરા ફતેહીએ આખરે જાહેર કર્યું કે તે કોની સાથે લગ્ન કરવા માંગે છે. જે વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે તે ખુદ લાખો કરોડોના દિલમાં રાજ કરે છે. એ ક્યૂટ છોકરાની એક ઝલક મેળવવા માટે પૈપરાઝી તેની પાછળ દોડે છે, તે જ્યાં પણ જાય છે ત્યાં આખી લાઈમલાઇટ તેની પર જોવા મળે છે. આટલી બધી રસપ્રદ માહિતી વાંચ્યા પછી, તમારે પણ વિચારવું જ જોઇએ, કે આ છોકરો કોણ છે,તો ચાલો અમે જ તમને જણાવીએ દઈએ કે ખરેખર, તે છોકરો બીજો કોઈ નહીં પણ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન છે. હા, નોરાએ કહ્યું છે કે તે નાના નવાબ સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ નાના નવાબ તૈમૂર માત્ર 4 વર્ષના છે. નોરા તાજેતરમાં કરીના કપૂર ખાનના શો ‘ વૉટ વુમન વોન્ટ સીઝન 3’માં જોવા મળી હતી જ્યાં તેણે બેબો સાથે ઘણી વાતો કરી હતી. આ દરમિયાન કરીનાએ નોરાના ડાન્સની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેનો પતિ અને બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન નોરાનો ડાન્સ પસંદ કરે છે. સૈફને નોરાની સ્ટાઈલ પણ પસંદ છે. કરીનાની વાત સાંભળ્યા પછી, નોરા શરમાઇ ગઈ અને તે હસી પડી અને કહ્યું, “હું આશા રાખું છું કે તૈમૂર જલ્દી મોટો થઈ જશે, પછી આપણે મારા અને તૈમૂરની સગાઈ અથવા લગ્ન વિશે વિચારી શકીએ.” નોરાની વાત સાંભળીને કરીના કપૂર પણ હસી પડી અને જવાબ આપ્યો, “સારું હવે તે ફક્ત ચાર વર્ષનો છે …તેને મોટો થવા માટે ઘણો સમય લાગશે. કરીનાના જવાબ પર નોરાએ કહ્યું, ‘વાંધો નહીં હું રાહ જોઈશ’. તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન બીજી વખત મમ્મી બનવાની છે. પરંતુ પ્રથમ ગર્ભાવસ્થાની જેમ, અભિનેત્રી બીજા ગર્ભાવસ્થા દરમિયાન પણ સતત કામ કરી રહી છે. તાજેતરમાં જ તેણે પોતાની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડાનું શૂટિંગ પૂરું કર્યું છે. નોરા તાજેતરમાં જ ગુરુ રંધાવાનું ગીત ‘નાચ મેરી રાની’ માં જોવા મળી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર