Monday, October 7, 2024

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર ઓવરબ્રીજ પર બાઇકચાલકે હડેફેટે લેતા રાહદારીનું મોત…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવેલ ઓવરબ્રીજ પર બાઇકચાલકે હડેફેટે લેતા રાહદારીનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માત અંગે વાંકાનેર સીટી પોલીસ દ્વારા નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 2ના રોજ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવેલ ઓવરબ્રીજ પર વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર આહમદભાઇ ઉમરભાઇ મીરા (રહે-સીપાઇ શેરી, વાંકાનેર) ચાલીને રોડ ક્રોસ કરતા હતા. ત્યારે આરોપી મો.સા રજી નં- GJ 06 FM 0980ના ચાલકે જીનપરા જકાતનાકા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી નિકળી આહમદભાઇને હડફેટે લઇ રોડ ઉપર પછાડી દેતા તેમને માથાના ભાગે તથા હાથે-પગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું છે. જેથી વાંકાનેર શહેર પોલીસ દ્વારા બાઇક ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર