Wednesday, October 5, 2022

’40 લાખ ટ્રેક્ટર સાથે સંસદને ઘેરી લેવામાં આવશે.’ મહાપંચાયતમા રાકેશ ટીકૈતેની ચેતવણી.

spot_imgspot_imgspot_imgspot_img

ખેડૂત નેતા રાકેશ ટીકૈતે મંગળવારે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને પાછો નહીં ખેંચે તો આ વખતે સંસદને ઘેરી લેવાનો આહવાન કરવામાં આવશે અને ત્યાં ચાર લાખ ટ્રેકટરો નહીં પણ ચાલીસ લાખ ટ્રેક્ટનો જશે. આ સાથે તેમણે ખેડુતોને તૈયાર રહેવાનું કહ્યું કારણ કે ગમે ત્યારે દિલ્હીની મુલાકાતે જવાનો કોલ આવી શકે છે. ટિકૈત મંગળવારે રાજસ્થાનના સીકરમાં સંયુક્ત કિસાન મોરચાની કિસાન મહાપંચાયતને સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે દિલ્હીએ ખુલ્લેઆમ સાંભળવું જોઈએ, કે આ ખેડુતો પણ તે જ છે અને ટ્રેકટરો પણ તે જ હશે. પરંતુ આ વખતે આહવાન સંસદનું હશે. એમ કહીને સંસદમાં જશું. આ વખતે ચાર લાખ નહીં પણ ચાલીસ લાખ ટ્રેકટરો જશે. તેમણે કહ્યું કે ખેડૂત ઈન્ડિયા ગેટ પાસેના બગીચામાં હળ ખેડશે અને પાક ઉગાડશે. આ ઉપરાંત રાકેશ ટિકૈતે કહ્યું કે સંસદને ઘેરવા માટેની તારીખ સંયુક્ત મોરચા દ્વારા નક્કી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે 26 જાન્યુઆરીની ઘટનામાં દેશના ખેડુતોને બદનામ કરવાનું કાવતરું રચાયું હતું. દેશના ખેડુતો ત્રિરંગાને ચાહે છે, પરંતુ આ દેશના નેતાઓને નહીં. ટિકૈતે કહ્યું કે,ખેડૂત દ્વારા સરકારને ખુલ્લો પડકાર છે કે જો સરકાર ત્રણ કૃષિ કાયદાને પાછો ખેંચશે નહીં અને એમએસપી લાગુ નહીં કરે તો મોટી કંપનીઓના ગોડાઉન તોડી પાડવાનું કામ પણ દેશના ખેડુતો કરશે. રાકેશ ટીકૈતે વધુમાં કહ્યું કે આ માટે પણ સંયુક્ત મોરચા દ્વારા ટૂંક સમયમાં તારીખ આપવામાં આવશે. મહાપંચાયતમાં સ્વરાજ આંદોલન નેતા યોગેન્દ્ર યાદવ, અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમરારામ, કિસાન સંઘના રાષ્ટ્રીય મહામંત્રી, ચૌધરી યુદ્ધવીરસિંહ સહિત અનેક ખેડૂત આગેવાનોએ પણ સંબોધન કર્યું હતું. આ અગાઉ ટિકૈતે ચુરુ જિલ્લાના સરદારશહરમાં ખેડુતોના સંમેલને પણ સંબોધન કર્યું હતું. જણાવી દઈએ કે લગભગ 90 દિવસથી ખેડુતો દિલ્હીની સરહદો પર બેઠા છે અને તેમની સરકાર તરફથી ત્રણ કૃષિ કાયદાને પાછો ખેંચવાની એક જ માંગ છે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર