Monday, April 29, 2024

પેટ્રોલ ડીઝલની કિંમત: આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, મુંબઈમાં 99.94 રૂપિયા પર પહોંચ્યો ભાવ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

આજે ફરી સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. આજે ડીઝલની કિંમતમાં 29થી 30 પૈસાનો વધારો થયો છે જ્યારે પેટ્રોલના ભાવમાં પણ 23થી 24 પૈસાનો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 93.68 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 84.61 રૂપિયા પ્રતિ લિટર છે અને મુંબઈમાં તેની કિંમત 99.94 રૂપિયા અને ડીઝલની કિંમત 91.87 રૂપિયા પ્રતિ લિટર છે.

જાણો મુખ્ય મહાનગરોમાં કિંમત કેટલી છે ?
આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે.

શહેર       ડીઝલ     પેટ્રોલ
દિલ્હી      84.61    93.68
મુંબઈ      91.87    99.94
કોલકાતા  87.46     93.72
ચેન્નાઈ     89.39     95.28
(પેટ્રોલ-ડીઝલની કિંમત રૂ.પ્રતિ લિટર છે. )

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. નવા દરો સવારે છ વાગ્યાથી અમલમાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ ભાવ લગભગ બમણો થઈ જાય છે. આ ધોરણોને આધારે ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલના દર અને ડીઝલના દર નક્કી કરે છે.

તમારા શહેરમાં કિંમત કેટલી છે તે શોધો
એસએમએસ દ્વારા તમે પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઇલની વેબસાઈટ મુજબ તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 પર મોકલવાનો રહેશે. દરેક શહેરમાં જુદા જુદા કોડ હોય છે જે તમને આઇઓસીએલની વેબસાઇટ પરથી મળશે.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર