એવા ઘણા કલાકારો છે જે ઘણીવાર બોલીવુડ વિશે આશ્ચર્યજનક ઘટસ્ફોટ કરે છે. તેમાં ટીવી સ્ટાર્સ પણ શામેલ છે. હવે નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિ દેસાઇએ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. રશ્મિ દેસાઇએ કહ્યું કે બોલિવૂડમાં ટીવી કલાકારો વચ્ચે ઘણા ભેદભાવ જોવા મળે છે. રશ્મિ દેસાઇએ તાજેતરમાં એક અંગ્રેજી વેબસાઇટ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે તેની કારકિર્દી અંગે લાંબી વાતો કરી. ફિલ્મ ઉદ્યોગ વિશે પણ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો.અભિનેત્રીએ કહ્યું કે, ‘ફિલ્મ નિર્માતાઓને પણ નવા ચહેરાઓની જરૂર હોય છે, પરંતુ અમારી સાથે વાત કરીને અમે ટીવી કલાકારો છીએ અમને કામ નહિ મળે એમ કહી દેવામાં આવે છે. તે ટીવીમાંથી ક્યારેય પસંદ નહીં કરે, ફક્ત પ્રભાવશાળી લોકોને જ સારું કામ અને સારી જગ્યા મળે છે. આ ખોટી વસ્તુ છે. મને તે બિલકુલ ગમતું નથી. હું તેનો અનાદર કરું છું. અમે કલાકારો છીએ, એક કલાકારને જ સમજવું જોઈએ અને કલાકાર તરીકે આપણને કોઈ પણ માધ્યમમાં કામ કરવાનો અધિકાર છે કોઈ કેટેગરીમાં નહીં.’ રશ્મિ દેસાઈએ કહ્યું કે જ્યારે લોકો ટીવી અને બોલિવૂડના કલાકારો વચ્ચે તફાવત કરે છે ત્યારે આ વસ્તુ તેને ખૂબ જ દુ:ખી કરે છે. તેમણે ઉમેર્યું કે, ‘ટીવીમાં પણ લોકો ટીવી કલાકારોનું આટલું સન્માન કરતા નથી. રશ્મિ દેસાઇએ કહ્યું કે, ‘ટીવી અભિનેત્રીઓનો વિવિધ પ્લેટફોર્મમાં ભાગ પાડવામાં આવ્યા છે. મને ખરાબ લાગે છે જ્યારે અમને પ્લેટફોર્મ પર કહેવામાં આવે છે કે આ એક ટીવી અભિનેત્રી છે. મને ખરાબ લાગે છે કે લોકો સારા કામને ઓળખતા નથી. તે ફક્ત અભિનેત્રીઓનો તેના આરામ માટે જુદા જુદા પ્લેટફોર્મમાં ભાગ પાડી દે છે.’ તે સિવાય રશ્મિ દેસાઇએ બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી વિશે ઘણા વધુ ખુલાસા કર્યા હતા. તમને જણાવી દઇએ કે તે નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તેણે હિન્દી, ભોજપુરી અને ગુજરાતી સિનેમા માટે પણ કામ કર્યું છે. રશ્મિ દેસાઇ ટીવીનો વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 13 નો પણ ભાગ રહી ચૂકી છે.
બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે રશ્મિ દેસાઈનો ચોંકાવનારો ખુલાસો કહ્યું- ‘ટીવી કલાકારો…..
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...