Friday, April 26, 2024

કોરોનાના કહેર વચ્ચે થંભી ગયેલી સ્કૂલઓ આજથી અનલોક

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

કોરોનાના કહેર વચ્ચે થંભી રહેલી શૈક્ષણિક પ્રવૃતિની શરૂઆત કરતાં રાજયમાં 300 દિવસ બાદ શાળા ખોલવામાં આવી. આજે આટકોટમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ 300 દિવસ બાદ શાળાએ આવ્યા હતા. ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીનો આજથી શાળામાં કલરવ જોવા મળ્યો. આટકોટની વિદ્યા વિહાર હાઇસ્કુલ શાળામાં આવતા દરેક વિદ્યાર્થીઓને સેનેટાઈઝરથી હાથ સાફ કરવામાં આવ્યા હતા, તેમજ દરેક વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ચકાસણી કરી પછી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. 300 દિવસ બાદ આજે શાળા ખુલતા વિદ્યાર્થીઓમાં અભ્યાસક્રમ શરૂ થયા અંગે ખુશી જોવા મળી હતી. તેમજ ગાઈડલાઈનનું પાલન અને માસક સાથે ભણતર શરૂ. બહારથી આવતા દરેક વિદ્યાર્થીઓને સેનેટાઈજર અને, થર્મલગન વડે ચકાસણી કરી, વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળામાં છુટતી વખતે સોશિયલ ડીસટન સાથે રજા આપવામાં આવશે એક બેંચ માં એક વિદ્યાર્થી બેસાડવામા આવ્યા હતા આજે થી અન્ય સ્કુલ માં પણ ચાલુ કરવામાં આવી હતી. કોરોનાની મહમારીમાં આજે રાજ્ય સરકારના નિર્ણય બાદ આજે આખરે રાજ્યની સ્કૂલોમાં ધોરણ 10 અને 12માં ધોરણના વર્ગો શરૂ કરવામાં આવ્યા ત્યારે આજે શરૂઆતમાં જૂજ વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ સાથે ઉત્સાહપૂર્વક 301 દિવસ બાદ સ્કૂલે આવતા નજરે જોવા મળ્યા હતા.

જામનગરમાં સ્કૂલ શરૂ કરતાં પહેલાં 2 સ્કૂલ માટે કોવિડ 19 ના નિયમો સાથે ડીઓ સાથે ઓનલાઇન સ્કૂલના આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં સ્કૂલમાં ગાઈડ લાઈન અંગે ચર્ચા કરવામાં આવી હતી. વાલીઓની સંમતિ દ્વારા બાળકો ને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેમજ સ્કૂલમાં પ્રવેશતા વિદ્યાર્થીનું તાપમાન અને માસ્ક સાથે કોવિડ 19 ની ગાઈડ લાઈન નું પાલન કરાવામાં આવી રહ્યું છે. આજે સ્કૂલ શરૂઆતનો પ્રથમ દિવસ છે થોડી શરૂઆતની મુંઝવણ છતાંય અડગ બની જ્ઞાન માટે વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા તો બીજી તરફ જે વિદ્યાર્થીઓ ઘેર બેસી અભ્યાસ કરી રહ્યા છે તેઓને ઓનલાઇન શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. સ્કૂલના શિક્ષકો દારા પણ ગાઈડ લાઈનનું પાલન કરાવી આજથી બાળકો ને અભ્યાસ ક્રમ શીખવવાની શરૂઆત કરવામાં આવી છે. સ્કૂલના આચાર્યના જણાવ્યા મુજબ સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય માટે તેઓ સહમત છે અને નિર્ણયને આવકારે છે અત્યારે પ્રથમ દિવસે 50% જેટલા વિદ્યાર્થીઓ તેમના વાલીઓની સંમતિ સાથે પ્રવેશ માટે તૈયાર થઈ ચૂકેલ છે અને આવનાર દિવસોમાં તેઓને 100% હાજરી સ્કૂલમાં જોવા મળશે. આવનાર દિવસોમાં તમામ કક્ષાના ના કલાસ રાબેતા મુજબ ચાલુ થઈ જશે અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રદાન થશે તેવી અભિવ્યક્તિ દર્શાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર