Sunday, September 25, 2022

જાતીય સતામણી અંગે બોમ્બે હાઈકોર્ટના વિવાદિત નિર્ણય પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી જાણો શું છે સમગ્ર મામલો ?

spot_imgspot_imgspot_imgspot_img

બોમ્બે હાઈકોર્ટે જાતીય સતામણી અંગે તાજેતરમાં એક ચોંકાવનારો નિર્ણય આપ્યો હતો, જેના પર આજે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેઠકે આ કેસમાં આરોપીઓને નોટિસ ફટકારી હતી અને બે સપ્તાહમાં જવાબ આપવા નિર્દેશ આપ્યો હતો. બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યુથ બાર એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરેલી અરજી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચના ન્યાયમૂર્તિ પુષ્પા ગણેદીવાલાએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે સગીરની છાતીને તેના કપડા ઉતાર્યા વિના સ્પર્શ કરવો એ જાતીય શોષણ કહી શકાય નહીં. જાતીય શોષણ માટે યૉન શોષણના ઉદ્દેશ સાથે ત્વચાથી ત્વચા સંપર્ક કરવો જરૂરી છે. આ પ્રકારના કૃત્યોને બાળ જાતીય ગુનાઓ (POCSO) ના અધિનિયમ હેઠળ જાતીય શોષણ તરીકે ગણાવી શકાતા નથી. સામાજિક કાર્યકરોએ હાઇકોર્ટના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત કરી હતી. 19 જાન્યુઆરીએ જાહેર થયેલા બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યુથ બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં આને પડકાર્યો હતો. જેના પર આજે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.

શું છે મામલો ?
આ મામલો સગીરા પીડિતા સાથે સંબંધિત છે. 39 વર્ષીય વ્યક્તિને સેશન્સ કોર્ટે 12 વર્ષની બાળકી સાથે કરેલ જાતીય શોષણના કેસમાં દોષી ઠેરવ્યો હતો. દોષિતને 3 વર્ષની કેદની સજા ફટકારી હતી. આ ઘટના ડિસેમ્બર 2016 માં બની હતી, ઉલ્લેખનીય છે કે આરોપી યુવતીને તેણીને ખવડાવવાના બહાને તેના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની છાતીને સ્પર્શ કર્યો હતો.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર