Monday, September 9, 2024

FAU-G ગેમ ની ચાહના એટલી વધી કે 24 કલાકમાં આટલા લોકોએ………

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લગભગ ચાર મહિનાની લાંબી પ્રતીક્ષા પછી મેડ ઇન ઇન્ડિયા ગેમ FAU-G પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે. FAU-G રમત બેંગ્લોર સ્થિત એનકોર ગેમ્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તેને હવે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે, જો કે, આઇફોનના વપરાશકર્તાઓએ વધુ રાહ જોવી પડશે. FAU-G નું પૂરું નામ ફિયરલેસ અને યુનાઇટેડ ગાર્ડ્સ આ છે. FAU-G ગેમ પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ થયાના માત્ર 24 કલાકમાં 1 મિલિયનથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. પ્લે સ્ટોર પર તેનું રેટિંગ 3.7 છે, જો કે,યૂઝસે ગેમમાં લોગઇનની સમસ્યા અંગે ફરિયાદ અબ હતી. કંપનીએ આ અંગે જવાબ આપતા કહ્યું કે તેઓ ટેક્નિકલ સમસ્યાને દૂર કરવાની કામગીરી કરી છે. પ્લે-સ્ટોર પર આપવામાં આવેલી માહિતીમાં, FAU-G ગેમ સાથે ગલવાન ઘાટીનો સ્ક્રીન શોટ પણ અપલોડ કરવામાં આવ્યો છે. ગેમ ગલવાન ઘાટી પર થયેલી હિંસા પર આધારિત છે, જો કે સંભવ છે કે ભવિષ્યમાં રમતની થીમમાં ફેરફારો કરવામાં આવશે. રમતના પ્રથમ મિશનનું નામ ગલવાન મિશન રાખવામાં આવ્યું છે. રમતની પંચલાઇન fight for survival છે. અને આ ગેમનું લક્ષય protect the lac છે. તમને જણાવી દઈએ કે કંપનીએ 30 નવેમ્બરના રોજ ગૂગલ પ્લે સ્ટોર પર એફએયુ-જી રમતને લાઈવ કરવામાં આવી હતી અને ત્યારબાદથી પ્રિ રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું હતું. આ રમત ભારતીય ગેમ ડેવલપર કંપની એનકોર ગેમ્સ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રમતમાંથી થતી 20 % કમાણી વીર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં જશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર