Sunday, September 25, 2022

ભારત યુએન શાંતિ મિશન માટે 1,50,000 ડોલર આપશે, કહ્યું – શાંતિ અને સંપ ખૂબ મહત્વના છે.

spot_imgspot_imgspot_imgspot_img

ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ કહ્યું કે ભારત સંયુક્ત રાષ્ટ્રને દોઢ મિલિયન ડોલરની મદદ કરશે. આ સહાય સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશન માટે આપવામાં આવશે. ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું કે માનવતાની ભલાઈ માટે શાંતિ અને સંપ ખૂબ જ જરૂરી છે. અને ભારત તેના માટેની બધી જવાબદારી નિભાવશે. શાંતિપૂર્ણ પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્રિત કરવામ આવે છે. ભારતે આ વર્ષે ભંડોળની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ માટે દોઢ મિલિયન ડોલરની જાહેરાત કરે હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની રચના અંગે ટી.એસ. તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકે, લોકશાહી અને કાયદાના શાસનને મજબૂત બનાવવા માટે શાસન માળખાના નિર્માણને પ્રાધાન્ય આપવાની જરૂરિયાત વિશે આપણે જાગૃત છીએ. ભારત, મહિલાઓ અને યુવાનો દ્વારા શાંતિ સંરક્ષણ પ્રવૃત્તિઓમાં ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકાને પણ માન્યતા આપે છે. તેમણે વધુમાં કહ્યું કે સુરક્ષા માળખું મજબૂત કરવાથી જ નાગરિક સુરક્ષા મજબૂત બને છે. ભારતે શાંતિની રક્ષા કરનારાઓ, માનવતાવાદી કાર્યમાં સામેલ કર્મચારીઓ અને યુએન શાંતિ રક્ષા અભિયાનમાં સામેલ એડવાન્સ કર્મચારીઓને વહેલી તકે રસીકરણ માટે એક હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની શાંતિ રક્ષા અભિયાનમાં ભારતના ઘણા સૈનિકો સંખ્યા જુદા જુદા સ્થળોએ તહેનાત છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ, કે નાગરાજ નાયડુએ જણાવ્યું હતું કે કોરોના જેવા વૈશ્વિક મહામારીને લીધે શાંતિ સંરક્ષણ કામગીરી સામે અનેક પડકારો હોવા છતાં, તેમણે પોતાના કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા અને મહત્વપૂર્ણ કાર્યો કરવાની તેમની ક્ષમતાને સુરક્ષિત રાખવાનો લક્ષ્યાંક સ્વીકાર્યો છે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર