Tuesday, July 23, 2024

મોદી સરકારને મોટો ફટકો : સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો, સમસ્યાના સમાધાન માટે ચાર સભ્યની કમિટી બનાવી…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોદી સરકારે લાવેલ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હી સીમા પર આંદોલન કરી રહ્યા છે. જેમાં આજે સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર સ્ટે મૂકી દીધો છે અને આ મુદ્દાના નિરાકરણ માટે સમિતિની પણ રચના કરવામાં આવી છે. સરકાર અને ખેડુતો વચ્ચે લાંબા સમયથી ચાલતી વાટાઘાટોનું સમાધાન ન થતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આગળના આદેશ સુધી કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂકી દીધો છે….

સુપ્રીમ કોર્ટમાં આજે થયેલ દલિલો અને વાતચીતના અંશો…

ચીફ જસ્ટિસ : અમે કાયદાના અમલને અત્યારે સસ્પેન્ડ કરવા માગીએ છીએ, પરંતુ ટેમ્પરરી બેઝ પર નહીં. અમે કમિટીમાં વિશ્વાસ કરીએ છીએ અને અમે આ કાયદા વિશે ખેડૂતો અને સરકાર વચ્ચે પ્રશ્નોના નિરાકરણ માટે સમિતિની રચના કરીશું. આ કમિટી ન્યાયિક પ્રક્રિયાનો ભાગ બનશે. કમિટી એટલા માટે બનશે, જેથી આ સમગ્ર મામલે કોર્ટ તસ્વીર સ્પષ્ટ રીતે સમજી શકાય. અમે એ દલીલ પણ સાંભળવા નથી માગતા કે ખેડૂતો આ કમિટી પાસે નહીં જાય. અમે મુદ્દાનો ઉકેલ ઈચ્છીએ છીએ, જો ખેડૂત હેતુ વગરનું આંદોલન કરવા માગે છે તો કરે, પરંતુ જે પણ વ્યક્તિ મુદ્દાનો ઉકેલ લાવવા માગે છે એ આ કમિટી પાસે જશે. આ કમિટી કોઈને સજા નહીં આપી શકે, ન તો આદેશ જાહેર કરી શકશે. તે માત્ર અમને રિપોર્ટ આપશે. આ રાજકારણ નથી, રાજનીતિ અને જ્યુડિશિયરીમાં ફરક છે. તમારે કો-ઓપરેટ કરવાનું રહેશે…

એમ. એલ. શર્મા (કૃષિ કાયદાને પડકાર આપતા મુખ્ય પિટિશનર) : જસ્ટિસ જે. એસ. ખેહર, જસ્ટિસ જી. એસ. સિંધવીને કમિટીમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે ઘણા લોકો ચર્ચા કરવા આવ્યા, પરંતુ વડાપ્રધાન સામે નથી આવતા…

ચીફ જસ્ટિસ : અમે વડાપ્રધાનને બેઠકમાં જવા માટે ન કહી શકીએ. વડાપ્રધાનના બીજા ઓફિશિયલ્સ અહીં હાજર છે.

એમ. એલ. શર્મા : નવા કૃષિ કાયદા અંતર્ગત જો કોઈ ખેડૂત કોન્ટ્રેક્ટ કરશે તો તેમની જમીન વેચી પણ શકાય છે. આ માસ્ટરમાઈન્ડ પ્લાન છે. કોર્પોરેટ્સ ખેડૂતોની ઊપજને ખરાબ ગણાવી દેશે અને દેવું ભરવા માટે તેમને તેમની જમીન વેચવી પડશે…

ચીફ જસ્ટિસ : અમે વચગાળાનો આદેશ જાહેર કરીશું કે કોન્ટ્રેક્ટ કરતી વખતે કોઈપણ ખેડૂતની જમીન વેચવામાં નહીં આવે..

સરકારની દલીલ- ઘણાં સંગઠનોએ કૃષિ કાયદાઓને ફાયદાકારક ગણાવ્યા છે. બંને પક્ષોએ કહ્યું હતું, તેઓ 15 જાન્યુઆરીએ ફરી વાતચીત કરશે. અમે ઉકેલ ઈચ્છીએ છીએ. ખેડૂત યુનિયનો સાથે જોડાયેલાં ઘણાં સંગઠનોએ અમને કહ્યું હતું કે કૃષિ કાયદાથી વિકાસ થશે અને સરકારે પીછે હટ ન કરવી જોઈએ. હવે કાલે કોઈ સંગઠન કહે કે જે કાયદાથી અમને ફાયદો થતો હતો એ અમુક ગ્રુપના વિરોધને કારણે કેમ રદ કરી દેવામાં આવ્યો ? તો અમે શું જવાબ આપીશું, માટે કાયદા પર પ્રતિબંધ લગાવી શકાય નહીં…

એ. પી. સિંહ (ભારતીય કિસાન યુનિયન-ભાનુના વકીલ): ખેડૂતોએ કહ્યું હતું કે તેઓ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને પરત મોકલવા તૈયાર છે.

ચીફ જસ્ટિસ : અમે રેકોર્ડમાં લઈને આ વાતના વખાણ કરવા માંગીએ છીએ.

વિકાસ સિંહ (ખેડૂત સંગઠનોના વકીલ): ખેડૂતોને તેમના પ્રદર્શન માટે મુખ્ય જગ્યા જોઈએ, નહીં તો આંદોલનનો કોઈ અર્થ નથી. રામલીલા મેદાન અથવા બોટ ક્લબ પર વિરોધપ્રદર્શનની મંજૂરી મળવી જોઈએ…

ચીફ જસ્ટિસ : અમે અમારા આદેશમાં કહીશું કે, ખેડૂતો દિલ્હીના પોલીસ કમિશનર પાસે રામલીલા મેદાન અથવા કોઈ અન્ય જગ્યાએ પ્રદર્શન માટે મંજૂરી માંગે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર