Monday, September 9, 2024

સેન્ડલવુડ ડ્રગ્સ કેસ: વિવેક ઓબેરોયના સાળા, આદિત્ય અલ્વાની ધરપકડ, ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાના પુત્ર અને બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયના સાળા એવા આદિત્ય અલ્વાને સોમવારે સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. બેંગ્લોર પોલીસ ક્રાઇમ બ્રાંચે ચેન્નઈથીતેની ધરપકડ કરી હતી. આદિત્ય આલ્વા પર બેંગ્લોરમાં તેમના ઘર ‘હાઉસ ઑફ લાઈફ’માં એવી પાર્ટીઓની હોસ્ટ કરવાનો આરોપ છે જ્યાં ડ્રગ્સનો ઉપયોગ થતો હતો.સપ્ટેમ્બર 2020 માં સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં તેનું નામ આવવાથી આદિત્ય આલ્વા ફરાર થયો હતો. આને કારણે અદાલતમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર પણ રદ કરવી પડી હતી. આદિત્ય અલ્વાને મેડિકલ ચેકઅપ માટે બેંગ્લોર લઈ જવામાં આવ્યો હતો. તેને કોર્ટમાં લઈ જવામાં આવશે ત્યારબાદ પોલીસ તેની કસ્ટડીની માંગ કરશે. પ્રારંભિક પૂછપરછમાં આદિત્ય આલ્વાએ પોતાને નિર્દોષ ગણાવ્યો છે. આદિત્યએ કહ્યું કે તેણે માત્ર પાર્ટીની હોસ્ટ કરી છે પરંતુ તે ડ્રગ્સ લેનારા આવા કોઈ વ્યક્તિને જાણતો નથી. હજી સુધી, પૂછપરછમાં આદિત્ય દ્વારા ડ્રગ્સ સાથે સંબંધિત કોઈ શંકાસ્પદ માહિતી મળી નથી. પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તેમનો પ્રશ્ન અને જવાબ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે આદિત્ય આલ્વા પર બેંગ્લોરમાં તેમના ઘર ‘હાઉસ ઑફ લાઈફ’માં એવી પાર્ટીઓની હોસ્ટ કરવાનો આરોપ છે જ્યાં ડ્રગ્સનો ઉપયોગ થતો હતો. પોલિસસૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ્સના કેસમાં તેનું નામ આવ્યા પછી તે ચેન્નાઇના તે જ મકાનમાં રહેતો હતો. પરંતુ તે ચેન્નાઈની બહાર પણ વારંવાર ગયો હતો. પરંતુ પોલીસને ખબર ન હતી કે તે ક્યાં ગયો છે. તેની ચેન્નઈ પરત ફર્યા અંગેની માહિતી મળી અને અમે તરત જ તેના પર કાર્યવાહી કરી અને તેને પકડ્યો. આદિત્ય અલ્વા ચેન્નઈમાં બે અન્ય સાથીઓ સાથે રહેતો હતો. બંને સાથી ઘરના કામમાં તેમની મદદ કરતા હતા. . તાજેતરમાં જ વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા અલ્વા ઓબેરોયને તેના ભાઇ આદિત્ય અલ્વા સાથે સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં સિટી ક્રાઈમ બ્રાંચ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. બેંગ્લોર પોલીસે વિવેક ઓબેરોયના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આ દરોડા વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાના કેસમાં કરવામાં આવ્યા હતા. બેંગ્લોર પોલીસ સર્ચ વોરંટ લઇને જુહુ સ્થિત વિવેક ઓબેરોયના ઘરે પહોંચી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર