Sunday, March 26, 2023

કાર્તિક સાથે શૂટ થયેલી ફિલ્મ દોસ્તાના 2 ગઈ પાણીમાં, 20 દિવસની શૂટિંગમાં થયું 20 કરોડનું નુકશાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને લાંબા સંઘર્ષ પછી તે સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યાં દર્શકો તેને ફિલ્મોમાં જોવાનું પસંદ કરે. આ દિવસોમાં, યુવાનોના પ્રિય બની ગયેલા કાર્તિક આર્યનને ઘણા મોટા નિર્માતા નિર્દેશકો પોતાની ફિલ્મમાં તેને સાઇન કરવા માંગે છે. લાંબા સમયથી કાર્તિક કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના 2’ વિશે ચર્ચામાં હતો. આ ફિલ્મમાં જાહન્વી કપૂર કાર્તિકની સાથે જોવા મળવાની હતી. અને હવે એવા સમાચાર આવ્યા છે કે ધર્મા પ્રોડક્શન દ્વારા કાર્તિકને ફિલ્મમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર નોટિસ પણ આપવામાં આવી છે. ધર્મા પ્રોડક્શન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વ્યાવસાયિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અમે ગરિમાપુર્ણ શાંતિ જાળવવાનું નક્કી કર્યું છે. અમે દોસ્તાના 2 રિકાસ્ટ કરવાના છીએ. સત્તાવાર ઘોષણા થાય ત્યાં સુધી રાહ જુઓ”. સમાચારો અનુસાર, કાર્તિક આર્યનને ફિલ્મના બીજા ભાગથી સમસ્યા હતી, જેના કારણે આ ફિલ્મ પહેલાથી જ વિવાદોમાં જોવા મળી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે કાર્તિકે પહેલા કરણ જોહરને ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે બંધ કરવાનું કહ્યું હતું અને ત્યારબાદ તેણે અન્ય ફિલ્મ્સનું શૂટિંગ પૂરું કર્યું હતું. આવી સ્થિતિમાં કરણ જોહર કાર્તિકથી ખૂબ નારાજ થયો બીજા એક સ્ત્રોતે એમ પણ કહ્યું કે કાર્તિક ફિલ્મના બીજા ભાગની સ્ટોરી બદલવા માંગતો હતો જ્યારે તેણે ફિલ્મ સાઇન કરતા પહેલા આખી સ્ક્રિપ્ટ વાંચી હતી.. કરણ જોહરને કાર્તિકની આ વર્તણૂક જરા પણ પસંદ ન પડી. કરણ જોહરે કાર્તિકના આ વલણને જોઈને કદી તેની સાથે કામ ન કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે, 24 દિવસની ફિલ્મનું શૂટિંગ પણ કરાયું હતું, જેમાં 20 દિવસમાં કાર્તિકનું શૂટિંગ પણ શામેલ હતું. અને હવે પ્રોડકશનએ ફરીથી રિકાસ્ટ કરવાનું નક્કી કર્યું છે. ધર્મા પ્રોડક્શન્સને લગભગ 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે.

Chakravatnews

 

 

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર