Friday, March 29, 2024

પૈસા ટ્રાન્સફર કરવાની RTGS સુવિધા આજ રાતનાં 12 વાગ્યાથી 14 કલાક માટે ઉપલબ્ધ રહશે નહીં, જાણો શું કારણ છે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) રવિવારે 14 કલાક માટે ઉપલબ્ધ રહેશે નહીં. સેન્ટ્રલ બેંકે કહ્યું કે સિસ્ટમ મજબૂત બનાવવા માટે ટેક્નોલોજીને અપગ્રેડ કરવી પડશે, જેના કારણે આ સુવિધા ઉપલબ્ધ થશે નહીં. આરબીઆઇએ કહ્યું કે આ સુવિધા 18 મી એપ્રિલ રવિવારે 12 થી બપોરે 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, આરબીઆઈએ સ્પષ્ટ કહ્યું છે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઇએફટી) સુવિધા પહેલાની જેમ કાર્યરત રહેશે. આરબીઆઈએ કહ્યું, કે ‘આરટીજીએસ સુવિધા રવિવારે સવારે 12:00 વાગ્યાથી 14 ક્લાક સુધી ઉપલબ્ધ રહશે નહીં. NEFT સિસ્ટમ પહેલાની જેમ કાર્યરત રહેશે. આરટીજીએસનું પૂરું નામ રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ છે. આ સુવિધા ઑનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા માટે વપરાય છે. તે લગભગ NEFT જેવી જ સુવિધા છે. આ સુવિધા દ્વારા, રિયલ ટાઇમમાં રૂપિયા સરળતાથી એક એકાઉન્ટથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. આરટીજીએસ ખાસ કરીને તે ગ્રાહકો માટે છે જે મોટા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે અને મોટા પ્રમાણમાં પૈસા ટ્રાન્સફર કરે છે. આરટીજીએસ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. આ સુવિધાથી ઓછામાં ઓછા બે લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ શકશે અને મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર