Sunday, December 8, 2024

‘ખતરો કે ખિલાડી’ સીઝન 11 માટે કંટેસ્ટેન્ટ થયા ફાઇનલ, આ શોનું શૂટિંગ આ અદભૂત સ્થાન પર કરવામાં આવશે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

નિર્માતાઓએ કલર્સ ટીવી રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ ની તૈયારી શરૂ કરી દીધી છે. રોહિત શેટ્ટી શોની 11 મી સિઝન હોસ્ટ કરશે. બોલીવુડ જગતના અહેવાલ મુજબ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ સીઝન 11 માટે અબુધાબીમાં શૂટિંગ કરવાની યોજના બનાવી રહી છે. કોવિડ -19 મહામારીમાં મેકર્સને અબુ ધાબી યોગ્ય સ્થાન લાગી રહ્યું છે. અહેવાલ મુજબ, શો સાથે સંકળાયેલા સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘નિર્માતાઓએ અબુધાબીને શૂટિંગ માટે ફાઇનલ કર્યું નથી, પરંતુ અહીં 80 ટકા શો શૂટ થવાની સંભાવના છે.’ જો બધુ બરાબર થઈ જાય, તો આખી ટીમ આવતા મહિનાની શરૂઆતમાં અબુધાબી જવા રવાના થશે. આ શોનું શૂટિંગ આગામી મહિનામાં 15 એપ્રિલથી 25 મે સુધી ચાલશે. ‘ખતરો કે ખિલાડી’ 11 માટે ટીવી અને બોલિવૂડના કલાકારો સાથે સતત વાત કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર વરૂણ સૂદ, અર્જુન બિજલાની અને એજાઝ ખાને આ શોનો ભાગ બનવાની હા પાડી છે. પરંતુ બાકીના સ્પર્ધકો સાથે વાતચીત હજી ચાલુ છે. તમને જણાવી દઈએ કે ‘ખતરો કે ખિલાડી’ની છેલ્લી સીઝનનું શૂટિંગ બલ્ગેરિયામાં થયું હતું. આ સીઝન એકદમ રસપ્રદ રહી હતી પણ કોરોના વાયરસને કારણે આ શોને વચ્ચે જ રોકવામાં આવ્યો હતો અને આ શોમાં કરિશ્મા તન્નાને વિજેતા બનાવવામાં આવી હતી. આ શોમાં રોહિત શેટ્ટીએ તમામ સ્પર્ધકોને ખતરનાક ટાસ્ક આપીને તેમના હોશ ઉડાવી દીધા હતા અને આ વખતે પણ તેઓ શોમાં ભાગ લેનારાઓને એકથી એક ખતરનાક ટાસ્ક આપીને દરેકના હોંશ ઉડાવવા તૈયાર છે. જણાવી દઈએ કે આ શો વર્ષ 2008 માં શરૂ થયો હતો અને આ શોની પહેલી સીઝન બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે હોસ્ટ કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર