Thursday, March 28, 2024

જસપ્રીત બુમરાહ જે સ્પોર્ટ્સ એન્કર સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેનું નામ આવ્યું સામે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસુપ્રિત બુમરાહ ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યો છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનું નામ જાહેર થયું છે કે તે કોની સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે.જસપ્રિત બુમરાહ મોડલ અને સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ પહેલા જસપ્રિત બુમરાહે બોર્ડને વિનંતી કરી હતી કે વ્યક્તિગત કારણોસર તેમને વિરામ આપવામાં આવે. આ સમાચાર આવ્યા બાદ તે ટી 20 અને વનડે સિરીઝમાં પણ રમી શકશે નહીં. ત્યારે બોર્ડના અધિકારીઓએ ખુલાસો કર્યો કે, બુમરાહ ટૂંક સમયમાં લગ્ન કરવા જઇ રહ્યો છે અને આ કારણે તેણે ક્રિકેટમાંથી બ્રેક લીધી છે. હવે તે આઈપીએલ 2021 માં સીધા રમતા જોવા મળશે.જસપ્રીત બુમરાહ કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તે મોટો સવાલ છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નના બંધનમાં બંધાઈ જવાનો છે. સંજના વ્યવસાયે એક મોડલ અને સ્પોર્ટ્સ એન્કર છે જેણે ક્રિકેટ, બેડમિંટન અને ફૂટબોલની ઘણી ઇવેન્ટ્સને હોસ્ટ કરી છે. તેમણે 2019 વનડે વર્લ્ડ કપમાં ભારત તરફથી શોનું આયોજન કર્યું હતું. સંજના ગણેશનનો જન્મ 6 મે 1991 ના રોજ મહારાષ્ટ્રના પૂણેમાં થયો હતો અને તે હાલમાં 28 વર્ષની છે. તેણે કોલકાતા નાઈટ રાઇડર્સનો શો નાઇટ ક્લબને પણ હોસ્ટ કરી ચુકી છે અને આ શોમાં ટીમના સહ-માલિક શાહરૂખ ખાન પણ હાજર રહ્યા હતા. સંજના આઈપીએલની હરાજીની સાથે સાથે ઈન્ડિયન સુપર લીગ અને બેડમિંટન સુપર લીગ જેવી ઇવેન્ટ્સને પણ હોસ્ટ કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે 27 વર્ષિય જસપ્રિત બુમરાહ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય હિસ્સો છે અને તે ભારત માટે અત્યાર સુધી 19 ટેસ્ટ, 67 વનડે અને 50 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર