ભારત સાથેના સંબંધોને સતત મજબૂત બનાવવાનું પરિણામ એ છે કે બાંગ્લાદેશના લોકો સંસ્કૃત ભાષા શીખવામાં રસ દાખવી રહ્યા છે. સંસ્કૃત પ્રત્યે બાંગ્લાદેશી લોકોના વધતા રસને ધ્યાનમાં રાખીને ભારતીય હાઈ કમિશનના ઇન્દિરા ગાંધી કલ્ચરલ સેન્ટર (આઈજીસીસી) સોમવારે એટલે કે આજે બાંગ્લાદેશમાં કલ્ચર લર્નિંગ એપ ‘લિટલ ગુરુ’ લોન્ચ કરશે. ભારતીય હાઈ કમિશનનું ઇન્દિરા ગાંધી કલ્ચરલ સેન્ટર (આઈજીસીસી) આજે બાંગ્લાદેશમાં સંસ્કૃત શીખવાની એપ્લિકેશન ‘લિટલ ગુરુ’ લોન્ચ કરશે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (આઈસીસીઆર) વિદ્યાર્થીઓ, ધાર્મિક વિદ્વાનો અને ઇતિહાસકારો વચ્ચે સંસ્કૃત ભાષાને લોકપ્રિય બનાવવા માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે. ‘લિટલ ગુરુ’ એપ્લિકેશન પણ આનો એક ભાગ છે. સંસ્કૃત શીખવાની એપ્લિકેશન ‘લિટલ ગુરુ’ એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ પર આધારિત છે, જેના દ્વારા સંસ્કૃત ભાષાને સરળ અને ખૂબ મનોરંજક રીતે શીખી શકાય છે. ભારતીય હાઈકમિશન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લિટલ ગુરુ’ એપ્લિકેશન પહેલેથી જ સંસ્કૃત શીખનારાઓને મદદ કરશે. આ સાથે જ આ ભાષા શીખવા માંગતા લોકો માટે પણ તે મદદરૂપ થશે. આ એપ્લિકેશન રમતો, સ્પર્ધા, ઇનામ વગેરે જેવા માધ્યમો દ્વારા સંસ્કૃત શીખવામાં મદદ કરે છે. આ એપ્લિકેશન શિક્ષણને મનોરંજન સાથે જોડે છે. માહિતી અનુસાર, વિશ્વભરના લોકો સંસ્કૃતમાં રસ દાખવે છે, તેઓ સંસ્કૃત ભાષા શીખવા માંગે છે. ભારતની સાંસ્કૃતિક સંબંધ પરિષદની પાસે તમામ દેશોમાંથી સંસ્કૃત ભાષા શીખવા માટેની અરજીઓ મળી રહી હતી. તેનું એક મોટું કારણ એ છે કે ઘણા બૌદ્ધ, જૈન અને અન્ય ધાર્મિક ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે, તેથી આ ભાષા શીખનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વિશ્વભરમાં સંસ્કૃત ભાષાઓ શીખવતી ઘણી યુનિવર્સિટીઓએ લિટલ એપમાં રસ દાખવ્યો છે. આ એપ્લિકેશનની મદદથી વિદ્યાર્થીઓ સરળતાથી સંસ્કૃત શીખી શકશે.
સંસ્કૃત શીખવાની તૈયારીમાં બાંગ્લાદેશના લોકો, ભારતની ‘લિટલ ગુરુ’ મદદ કરશે.
વધુ જુઓ
હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
મોરબી: સનાતની હિન્દુ ભાઈઓ એકતા એજ લક્ષ્ય સંગઠન સમિતિ મોરબી જીલ્લા ટીમ એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા આજ રોજ મોરબી જિલ્લામા તમામ જગ્યાએ જઈને ફટાકડા વેચનાર વેપારીઓને હિન્દુ...
International Women’s Day (આંતરરાષ્ટ્રીય મહિલા દિન) નિમિત્તે ખાસ
ઘણીવાર એવું થાય આવો દિવસ થોડો હોઈ પછી આપણને ખબર પડે ધરે પરિસ્થિતિ એવી છે આ લોકો માટે એક દિવસ તો હોય કેમ કે સમાજના મનમાં જે છાપ હોય એ હવે નથી એ વિચારતો થાય તેના માટે નો દિવસ છે.
આજની છોકરી પોતાના ગાલ કરતા પોતાની આવતી કાલ ચમકાવવામાં રસ...
રશિયાએ યુક્રેનની રાજધાની પર કર્યો મિસાઇલથી હુમલો, ઇમારત અને રહેણાક માં ભારે નુકસાની
કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભીષણ બની રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હુમલો કર્યો છે. યુક્રેનમાં રહેણાંક ઇમારત પર રશિયાની સેનાએ મિસાઇલ હુમલો કર્યો છે. વિસ્ફોટના કારણે ઘણી રહેણાંક ઇમારતોને મોટું નુકસાન થયું હતું. શનિવારે કીવ શહેરના દક્ષિણ અને પશ્વિમ વિસ્તારમાં...