Friday, April 19, 2024

100 બોલની ટુર્નામેન્ટ મેચમાં આ ભારતીય વિકેટકીપર કરશે કોમેન્ટ્રી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ,એટલે કે ઇસીબી, ટૂંક સમયમાં ધ હન્ડ્રેડ લીગનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ સીઝન આગામી કેટલાક મહિનામાં શરૂ થશે. જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ 2020 માં શરૂ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. 100 દિવસ પછી, 100-100 બોલની મેચની લીગ માટે એક કમેન્ટરી પેનલની ઘોષણા કરવામાં આવી છે, જેમાં એક ભારતીય ખેલાડી પણ શામેલ છે. ઇંગ્લેન્ડમાં સ્કાય સ્પોર્ટ્સ પર ધ હંડ્રેડ લીગનું પ્રસારણ કરવામાં આવશે. આ પેનલમાં ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે. દિનેશ કાર્તિક પહેલીવાર કોઈ લીગમાં કમેન્ટ કરતા જોવા મળશે. જો કે, તે અગાઉ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મર્યાદિત ઓવરની શ્રેણીમાં સ્કાય સ્પોર્ટ્સની ક્રિકેટ કોમેન્ટરી પેનલનો ભાગ હતો. તેમની કોમેન્ટ્રીવાળા વર્ઝનને યુકેમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે તેમની પસંદગી ધ હંડ્રેડ લીગની કોમેન્ટરી પેનલમાં કરવામાં આવી છે, જેમાં ચેનલ દ્વારા ઘણા દિગ્ગજ ખેલાડીઓના નામ પણ શામેલ કરવામાં આવ્યા છે. દિનેશ કાર્તિકને ધ હંડ્રેડ લીગમાં કોમેન્ટ્રી કરવા માટે યુકેનો પ્રવાસ કરવો પડશે. જોકે, હજી સુધી કોઈ ભારતીય ક્રિકેટર આ લીગમાં રમવાનું નથી. આ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે. આવી સ્થિતિમાં, ભારતનું ક્રિકેટ બોર્ડ, એટલે કે બીસીસીઆઈ, તેના ખેલાડીઓની મંજૂરી નહીં આપે, પરંતુ નિવૃત્ત ખેલાડીઓ તેનો ભાગ બની શકે છે, પરંતુ તેમને હજી સુધી કોઈ ઓફર મળી નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર