Sunday, March 26, 2023

ચેહરેના નિર્માતાએ રિયા ચક્રવર્તી વિશે નિવેદન આપ્યું. કહ્યું, ‘હું સંપૂર્ણ તેના સમર્થનમાં છું પણ …’

spot_imgspot_imgspot_imgspot_img
spot_img

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી છેલ્લા એક વર્ષથી ચર્ચામાં છે. તે અગાઉ તેના બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતના કેસને કારણે સમાચારોમાં રહી છે, હવે અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘ચેહરે’ વિશે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રિયા, ઇમરાન હાશ્મી અને અમિતાભ બચ્ચન જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર 18 માર્ચે રિલીઝ થયું હતું, જેમાં રિયાની નાની ઝલક બતાવવામાં આવી હતી. જોકે,અગાઉ રજૂ કરેલ ‘ચહેરા’ ના કોઈપણ પોસ્ટરોમાં રિયાને બતાવવામાં આવી ન હતી, ત્યારબાદ લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું હતું કે સુશાંતના કેસમાં સામેલ થયા બાદ અભિનેત્રીને આ ફિલ્મમાંથી હટાવવામાં આવી હશે અથવા તેમનો રોલ કાપવામાં આવ્યો હશે. જો કે, જ્યારે દર્શકોએ ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે રિયા હજી આ ફિલ્મનો એક ભાગ છે. હવે આ કિસ્સામાં, ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું હતું કે તે રિયા ચક્રવર્તીનું સંપૂર્ણ સમર્થન કરે છે. નિર્માતાએ એ પણ કહ્યું હતું કે ફિલ્મમાં રિયાનો કેટલો રોલ છે. ઉલ્લેખનીય છે કે આનંદે કહ્યું કે, ‘રિયા સંપૂર્ણપણે ફિલ્મનો એક ભાગ છે અને હું તેનો સપોર્ટ કરું છું’. આનંદ સિવાય ફિલ્મના ડિરેક્ટર રૂમી જાફ્રેએ કહ્યું હતું કે, “રિયાને હંમેશાંથી જ ફિલ્મના પ્રમોશનનો હિસસો બનવું છે, તેને કેવી રીતે છોડી શકાય ? જો કે, રિયનો આ ફિલ્મમાં બહુ મોટો રોલ નથી. ટ્રેલરમાં રિયાને એટલી જ બતાવવામાં આવી છે જેટલી સુશાંત સિંહ રાજપૂતના વિવાદ પહેલા બતાવવાની હતી.કંઈપણ સાબિત કરવા માટે અમે તેને વધારે બતાવી શકીએ નહીં.” સૂત્રોના જણાવ્યા અનુસાર આ બધી માર્કેટિંગની યોજના હતી. ગયા વર્ષે રિયા જે કોન્ટ્રોવર્સીમાં રહી હતી ત્યાર પછી ફિલ્મમેકર્સ રિયાને આટલી જલ્દી રજૂ કરવા માંગતા ન હતા. પરંતુ સત્ય એ છે કે રૂમી જાફર અને આનંદ પંડિત સંપૂર્ણપણે રિયાના સમર્થનમાં છે. બંનેએ સાથે મળીને નક્કી કર્યું છે કે રિયા ફિલ્મના પ્રમોશન અને પ્રચારમાં સંપૂર્ણ રીતે જોડાશે. એટલું જ નહીં, પ્રોડક્શન હાઉસે રિયાનો એક પણ સીન કાપ્યો નથી.

Chakravatnews
Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર