રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવતા અઠવાડિયે 10-10 હજાર કરોડ રૂપિયાની સરકારી સિક્યોરિટીઝની એક સાથે ખરીદી અને વેચાણની જાહેરાત કરી છે. ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMO) દ્વારા 18 માર્ચ, 2020 ના રોજ આ શેર્સનો વેપાર કરવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિશેષ ઓએમઓની ઘોષણા કરતા કહ્યું કે હાલની લિક્વિડિટીની પરિસ્થિતિ અને નાણાકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેંકે કહ્યું હતું કે, “રિઝર્વ બેંક લિક્વિડિટી અને માર્કેટની સ્થિતિ પર નજર રાખશે અને નાણાકીય બજારોની સુવ્યવસ્થિત કામગીરી સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેશે.” ઓએમઓ દ્વારા સરકારી સિક્યોરિટીઝની એક સાથે ખરીદ અને વેચાણને ઓપરેશન ટ્વિસ્ટ કહેવામાં આવે છે. આ કામગીરી હેઠળ, લાંબી પાકતી મુદતવાળી સરકારી સિક્યોરિટીઝ ખરીદવામાં આવે છે અને ટૂંકી પાકતી મુદતવાળી સરકારી સિક્યોરિટીઝ વેચાય છે. 18 માર્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિવિધ પાકતી મુદત સાથે 10,000 કરોડ રૂપિયાની ત્રણ સિક્યોરિટીઝ ખરીદશે. સમાન રકમની બે સિક્યોરિટીઝ પણ વેચશે. ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું છે કે તે વ્યક્તિગત સિક્યોરિટીઝની ખરીદી / વેચાણની માત્રા નક્કી કરવાના અધિકારને અનામત રાખે છે. હરાજીનું પરિણામ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે કેન્દ્રીય બેંક સમયાંતરે અર્થતંત્રની સ્થિતિની સમીક્ષા કરતી રહે છે. રિઝર્વ બેંક તેના આકારણી મુજબ વિવિધ પગલાં લે છે. કોવિડ -19ની મહામારી હોવાથી, રિઝર્વ બેંકે સિસ્ટમમાં લિક્વિડિટીને જાળવવા અને લોન લેનારાઓના હિતોને ધ્યાનમાં રાખવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલા લીધા છે.
રિઝર્વ બેન્ક આવતા અઠવાડિયે OMO દ્વારા સિક્યોરિટીઝની ખરીદ અને વેચાણ કરશે, તેનાથી સંબંધિત વિશેષ બાબતો જાણો.
વધુ જુઓ
મોરબીનો સિરામિક ઉદ્યોગ મુશ્કેલ સમયમાં? ઉધોગ ને રાહત થાય તેવા સરકારે નક્કર પગલાં ભરવા જોઇએ
લાખો લોકોની રોજગારી પર સીધી અસર
ચુંટણી સમયે કરોડો રૂપિયા નું ચુનાવી ફંડ ઉધોગપતિઓ પાસે થીં લઇ ઉધોગપતિઓ ને હથેળીમાં ચાંદ બતાવતા નેતાઓ હાલ સીરામીક ઉધોગ નાં કપરાં સમયે મૌન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે
દેશ અને દુનિયાનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ અને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનારો સિરામિક...
શેરબજાર ઊંચા સ્તરે બંધ, સેન્સેક્સમાં 359 અંકનો ઉછાળો, નિફ્ટી 15,700 ને પાર
સપ્તાહના ચોથા ટ્રેડિંગ ડે પર શેરબજાર ઊંચા સ્તરે બંધ રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના શેરમાં સેન્સેક્સ ૩૫૮.૮૩ વધીને ૫૨,૩૦૦.૪૭ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૦૨.૪૦ પોઇન્ટ વધીને ૧૫,૭૩૭.૭૫ અંક પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ડિવિસ લેબના શેર લીલા નિશાન સાથે બંધ થયા...
સફળતા: ચીની અબજોપતિઓથી આગળ નીકળ્યા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ ગ્લોબલ વેલ્થ રેન્કિંગમાં જેક મા જેવા ચીનના અબજોપતિઓને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી અને અદાણીની સંપત્તિમાં અનુક્રમે 84 અબજ ડોલર અને 78 અબજ ડોલરનો વધારો થયો છે.
મુકેશ અંબાણીની નેટવર્થ 84 અબજ...