Sunday, September 15, 2024

પૃથ્વી શોએ દિગજજોને ને પાછળ રાખી તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણો કેવી રીતે.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતીય ઓપનર પૃથ્વી શોએ ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ શાનદાર વાપસી કરી છે. વિજય હજારે ટ્રોફી જીતવા મુંબઇની કપ્તાની કરવા ઉતરેલ આ બેટ્સમેને ધમાકેદાર બેટિંગ કરીને ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. પૃથ્વીએ ગુરુવારે કર્ણાટક સામેની ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં સદી બનાવીને આ રેકોર્ડ પોતાના નામે હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ફ્લોપ થયા બાદ, ટીમમાંથી બહાર કરાયેલા પૃથ્વીએ ઘરેલું ક્રિકેટમાં મજબૂત ફોર્મ બતાવ્યું છે. પુડુચેરી સામે બેવડી સદી ફટકાર્યા બાદ આ બેટ્સમેને બે સદી ફટકારીને જોરદાર વાપસી કરી છે. ક્વાર્ટર ફાઇનલમાં 185 રનની નોટઆઉટ ઇનિંગ્સ રમનાર પૃથ્વીએ કર્ણાટક સામે સેમિફાઇનલમાં પણ સદી ફટકારી હતી. આ સાથે તે વિજય હજારે ટ્રોફીની સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પહેલા મયંક અગ્રવાલના નામે હતો, પરંતુ હવે તે રેકોર્ડ પૃથ્વીએ તોડી નાખ્યો છે. પૃથ્વી કર્ણાટક સામે બેટિંગ કરવા ઉતર્યો હતો, તેણે સદી ફટકારી હતી અને મયંક દ્વારા 2018 માં બનાવેલા 723 રનનો રેકોર્ડ તોડ્યો હતો. ત્રીજા નંબરે દેવદત્ત પડિક્કલ છે. જેણે વર્તમાન સીઝનમાં 673 રન બનાવ્યા હતા.ચોથા નંબર પર પણ તેનું જ નામ છે, વર્ષ 2019 માં દેવદત્ત પડિક્કલએ 609 રન બનાવ્યા હતા.આ ટૂર્નામેન્ટમાં પૃથ્વીની આ ચોથી સદી છે, ધમાકેદાર બેટિંગ કરીને તેણે બેવડી સદી ફટકારી છે. જોકે પૃથ્વીએ ફક્ત ત્રણ સદી ફટકારી છે, પરંતુ બેવડી સદી હોવાને કારણે સદીઓની સંખ્યા ચાર છે. તેણે દિલ્હી સામે 89 બોલમાં 105 રનની નોટઆઉટ ઇનિંગ્સ ફટકારી હતી. તે પછી, તેણે પુડુચેરી સામે 152 બોલમાં 227 રમ્યા. ક્વાર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્ર સામે, તેણે 123 દડામાં 185 રનની નોટઆઉટ ઇનિંગ્સ ફટકારી હતી અને હવે સેમિફાઇનલમાં સદી ફટકારી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર