Monday, October 7, 2024

કોરોનાનો શિકાર બની અનુપમા સિરિયલની આ બે અભિનેત્રીઓ,શો ની ટીમ થઇ આઇસોલેટ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોરોના વાયરસની બીજી લહેરથી ફરી એકવાર લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સામાન્ય લોકોની સાથે દેશની હસ્તીઓ પણ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.તેમાં ફિલ્મ અને ટીવી સ્ટાર્સ પણ શામેલ છે. આ દરમિયાન, નાના પડદાની લોકપ્રિય ટીવી સીરિયલ ‘અનુપમા’ ની બે અભિનેત્રીઓ કોરોના વાયરસનો ભોગ બની છે. જેના કારણે શોની આખી ટીમ આઇસોલેટ થઇ છે. ‘અનુપમા’ સિરિયલની આ બંને અભિનેત્રીઓ છે અલ્પના બુચ અને નિધિ શાહ. આ સિરિયલમાં અલ્પના બુચ બાની ભૂમિકામાં જોવા મળી રહી છે. જ્યારે નિધિ શાહ કિંજલની ભૂમિકામાં નિભાવી રહી છે. આ બંને કોરોના સંક્રમિત થયાની માહિતી સીરીયલ ‘અનુપમા’ ના નિર્માતા રાજન શાહીએ આપી છે. તેમણે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે અલ્પના બુચ અને નિધિ શાહ કોરોના વાયરસથી સંક્રમિત છે અને તે બંને તેમના ઘરે ક્વોરીન્ટાઇન છે. રાજન શાહીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ટીવી શો અનુપમાની અભિનેત્રીઓ અલ્પના બુચ અને નિધિ શાહ કોરોના સંક્રમિત નોંધાયા છે. આ માહિતી પ્રકાશમાં આવતાની સાથે જ બંને અભિનેત્રીઓએ જાતે જ તેમના ઘરે પોતાને આઇસોલેટ કર્યા છે. અને તમામ તબીબી માર્ગદર્શિકાઓનું પાલન કરી રહી છે.આ સાથે જ, શોની આખી ટીમ પણ આઇસોલેટ છે અને તેમની તપાસ ચાલુ છે. રાજન શાહીએ જણાવ્યું હતું કે અલ્પાના બુચ અને નિધિ શાહ કોરોના સંક્રમિત છે તેવી માહિતી બીએમસીને પણ આપવામાં આવી છે. તેમણે નિવેદનમાં વધુમાં કહ્યું કે, “આ સાથે જ બીએમસીને પણ જાણ કરવામાં આવી છે અને શૂટિંગના સેટને પ્રોટોકોલ હેઠળ સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે. અમે અમારી ટીમના સભ્યો સાથે સંપર્કમાં છીએ, અને બધાનું આરોગ્ય સારું રહે એ અમારી પ્રાથમિકતા છે. અમે બધાની સલામતી પ્રત્યે સંવેદનશીલ છીએ અને તમામ સૂચનાનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છીએ.” બીજી તરફ, અલ્પના બુચએ ખુદ સોશ્યલ મીડિયા પર કોરોના સંક્રમિત થયાની માહિતી આપી હતી. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરીને આ વિશેની માહિતી આપી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર