Wednesday, May 20, 2026

સની લિયોનનો આ અવતાર પ્રથમ વખત જોવા મળશે, સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘શીરો’નું ટીઝર રિલીઝ

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની હોટનેસ માટે પ્રખ્યાત અભિનેત્રી સન્ની લિયોનની દરેક અંદાજ ખાસ હોય છે. ઈન્ડસ્ટ્રીમાં ‘બેબી ડોલ’ ના નામથી ફેમસ સન્ની સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. સની ઘણીવાર સોશિયલ પ્લેટફોર્મ ઉપર તેના હોટ અને બોલ્ડ ફોટોઝ અને વીડિયો ઉપરાંત તેની ફિલ્મ સાથે જોડાયેલી માહિતી શેર કરે છે. આ દરમિયાન, સનીએ તેની આગામી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘શીરો’ નું ટીઝર શેર કર્યું છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટીઝરને અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. અભિનેત્રી સન્ની લિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની આગામી ફિલ્મ શીરોનું ટીઝર શેર કર્યું છે. આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ મૂવી છે. આ ફિલ્મમાં સની પહેલીવાર એક અલગ ભૂમિકામાં જોવા મળશે. ‘શીરો’નું ટીઝર જોઇને સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મમાં હોરર-થ્રિલનો જબરદસ્ત અંદાજ જોવા મળશે.ટીઝરમાં તમે જોઈ શકો છો કે સની તેમાં ખૂબ જ ઈજાગ્રસ્ત થયેલી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે સની લિયોનની ફિલ્મ ‘શીરો’ 4 ભાષાઓ તામિલ, હિન્દી, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થશે. જો કે આ ફિલ્મની રિલીઝ ડેટ અંગે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સનીની ફિલ્મના ટીઝરને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તે જ સમયે, ચાહકો તેના પર કોમેન્ટ કરીને સનીની અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. ટીઝર પછી ચાહકો હવે આ ફિલ્મ જોવા માટે ઉત્સુક છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img