Monday, September 9, 2024

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કોરોનામાં ઝડપાયા,ટ્વિટર પર આપી જાણકારી.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર કોરોના પોઝિટિવ નોંધાયા છે. શનિવારે તેણે સોશિયલ મીડિયા પર એક સંદેશ જારી કરતાં કોરોના સંક્રમિત થયાની પુષ્ટિ કરી હતી. નોંધનીય છે કે માસ્ટર બ્લાસ્ટર તાજેતરમાં જ વર્લ્ડ રોડ સેફ્ટી સિરીઝમાં રમવા મેદાનમાં ઉતર્યા હતા અને તેની ટીમ ફાઇનલમાં શ્રીલંકા લૅજન્ડસને હરાવીને ચેમ્પિયન બની હતી. કોરોના પોઝિટિવ આવ્યા બાદ સચિનએ પોતાની જાતને હોમ ક્વોરેન્ટાઇન કર્યા છે. સાથે જ તેમણે એ પણ જાણકારી આપી હતી કે તેઓ ડોક્ટર દ્વારા જણાવેલ દરેક પ્રોટોકોલનું પાલન કરી રહયા છે. સાથે જ તેઓએ દરેક સેવાકર્મીઓનો આભાર માન્યો હતો કે જેઓ તમામ લોકોને આ બીમારીથી લડવા મદદ કરી રહ્યા છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે તેમના સિવાય ઘરના તમામ સદસ્ય નેગેટિવ નોંધાયા છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ સચિન તેંડુલકર પહેલા કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેણે માર્ગદર્શિકાઓનું પાલન કરીને કોરોનાને હરાવ્યો હતો. આ સાથે જ ભારત પ્રવાસ પહેલા ઇંગ્લેન્ડના ઝડપી બોલર ટોમ કુર્ર્ન અને સ્પિનર ​​ઓલરાઉન્ડર મોઇન અલી પણ કોરોના સંક્રમિત નોંધાયા હતા. સચિનને કોરોના ચેપ લાગવાના સમાચાર મળ્યા ત્યારથી જ તેઓની તબિયત વધુ સારી થાય અને ઝડપથી સ્વસ્થ થાય તેવી લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભારતના ક્રિકેટ બોર્ડ ઓફ કંટ્રોલ દ્વારા ટ્વીટ કરીને સચિન તેંડુલકર જલ્દી રિકવર થાય તેવી શુભકામના પાઠવી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર