Sunday, September 25, 2022

રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા !

spot_imgspot_imgspot_imgspot_img

હાપાથી ત્રણ ઓક્સિજનના ટેન્કરો ભરેલી ટ્રેન મહારાષ્ટ્ર મોકલાઈ જામનગર નજીક મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે.સમગ્ર દેશભરમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન સંકટ ઊભું થયું છે. ત્યારે જામનગર નજીક મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ભરેલા ત્રણ ટેન્કરને જામનગર જિલ્લામાંથી સૌપ્રથમ વખત ટ્રેન મારફતે મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે.

ગઈકાલે રવિવારે જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પરથી ૪૪ ટન લિક્વિડ ભરેલા ૩ ઓક્સિજન ટેન્કર કે જેને રેલવે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી રો રો માલવાહક ટ્રેન મા ગોઠવવામાં આવ્યા હતા, અને ગઈકાલે સાંજે છ વાગ્યે સૌરાષ્ટ્રની સૌપ્રથમ માલવાહક ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. અને ૮૬૦ કિલોમીટર કોરિડોર બનાવી ૪૪ રન લિક્વિડ ભરેલા ૩ ટેન્કર સાથે પેસેન્જર ટ્રેનને રવિવારે સાંજે છ વાગ્યે રવાના કરાવામાં આવી હતી. જે સ્પેશિયલ કોરિડોર ના ભાગરૂપે મહારાષ્ટ્ર પહોંચી ગઈ છે. જામનગર જિલ્લામાં ઓક્સિજન સાથે રો રો સર્વિસ મોકલવાનો રેલવે તંત્રનો પ્રથમ બનાવ છે.

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર