Sunday, September 8, 2024

સ્માર્ટફોન ધીમા થવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છો ? આ સરળ રીતોથી ડિવાઇસની સ્પીડમાં કરો વધારો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજકાલ સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. પરંતુ એક સમય પછી, અન્ય ઉપકરણોની જેમ, સ્માર્ટફોનની સ્પીડ પણ ધીમી થઇ જાય છે. કોરોના મહામારી પછીથી સ્માર્ટફોનની જરૂરિયાત વધી છે, કારણ કે ઘરેથી કામ કરવાથી લોકોને વિવિધ કાર્યો માટે સ્માર્ટફોન પર નિર્ભર રહેવું પડે છે.પરંતુ, આવા સમયમાં, સ્માર્ટફોનનું હેંગ થવું અથવા ધીમું પડવું એ કામ કરવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં આવી કેટલીક ટીપ્સ જણાવીશું, જે તમને તમારા ફોનની સ્પીડને અમુક હદ સુધી વધારવામાં મદદ કરશે.

cache ડેટા કિલયર કરો.

તમે સ્માર્ટફોનમાં જે પણ કામ કરો છો, તે રેમમાં કૈશ ડેટા ક્રિએટ થતા રહે છે. આવી સ્થિતિમાં, આ જંક ફાઇલોને ક્લિયર કરીને સ્માર્ટફોનની સ્પીડમાં વધારો કરી શકાય છે. આ કૈશ ડેટા ફોનમાં ક્રિએટ થાય છે, જેથી જ્યારે તમે ફરીથી તે કાર્ય કરો, ત્યારે તે પહેલાં કરતાં વધુ ઝડપી બને છે. જો કે, તે ફોનમાં જગ્યા લે છે અને રેમ પણ ઘટાડે છે. આવી સ્થિતિમાં, તે ડેટાને ક્લિયર કરવા માટે, તમારે Settings > Storage > Cache (સેટિંગ્સ> સ્ટોરેજ> કેશ ) પર જવું પડશે અને કૈશ ડેટા ક્લિયર કરવા પડશે.

એનિમેશન બંધ કરો.

એનિમેશન અને ટ્રાંઝીશન્સ આંખોને ભલે સારું લાગુ પરંતુ, કેટલીક પ્રોસેસિંગ પાવર એનિમેશન બંધ કરીને સાચવી શકાય છે. આ માટે, તમારે સેટિંગ્સમાં અબાઉટ ફોનમાં જવું પડશે.પછી બિલ્ડ નંબરમાં ત્યાં સુધી ટેપ કરો જ્યા સુધી ડેવલપર ઓપશન ઇનેબલ ન થાય.આ પછી મેઈન સેટિંગ્સમાં પેજ પર પાછું જઈને ડેવલપર ઓપશન ઓપન કરવું પડશે. પછી અહીં ટ્રાંઝીશન્સ એનિમેશન સ્કેલ એનિમેટર ડ્યુરેશન સ્કેલને બંધ કરવું પડશે.

આપણા ફોનમાં એવી કેટલીક એપ્સ છે, જેનો આપણે ક્યારેય ઉપયોગ કરતા નથી અથવા ફક્ત એક જ વાર ઉપયોગમાં લેતા હોઇએ છીએ. આવી સ્થિતિમાં, આ તમામ એપ્લિકેશન કૈશ ડેટા ક્રિએટ કરે છે. અને કેટલીક અન્ય રીતોથી પણ, ફોનને ધીમું કરવાનું કામ કરે છે. આવી એપને દૂર કરી ફોનની સ્પીડ વધારી શકાય છે.

સોફ્ટવેર અપડેટ કરવાનું ચાલુ રાખો.

જો તમારો સ્માર્ટફોન ઓફિશિયલ ઓએસ અપગ્રેડ સાઇકલમાં છે. તો લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ જરૂર કરો. તે પાછલા વર્ઝનમાં થઇ રહેલી મુશ્કેલી દૂર કરશે. આ સાથે, ફોનની સારી કામગીરી માટે ઘણી રીતે ઓપ્ટિમાઇઝેશન કરવામાં આવે છે.

ફેક્ટરી રીસેટ વિકલ્પ પણ અજમાવી શકો છો.

છેલ્લા વિકલ્પ તરીકે ફેક્ટરી રીસેટ વિકલ્પ પણ અજમાવી શકો છો.જો તમારા ફોન પર નવું ઓએસ અપડેટ નથી આવતું અને તમે ઘણા વિકલ્પ દ્વારા ફોનની સ્પીડ વધારવાની કોશિશ કરી હોવા છતાં તેમાં કોઈ વધારો જોવા ન મળે તો ફોનમાં રીસેટ કરવાનો વિકલ્પ અપનાવી શકો છે. તેનો ઓપશન સેટિંગમાં ઉપલબ્ધ છે. માત્ર એ ધ્યાન રાખો કે જરૂરી ડેટાનું બેકઅપ લેવું અનિવાર્ય છે. જેથી તમારા ડેટા સચવાઈ રહે. આમ કરવાથી ફોનની સ્પીડમાં વધારો કરી શકાય છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર