Sunday, September 25, 2022

વાંકાનેર શહેરના રેલ્વે નાલા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા…

spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર સીટી પોલીસે ગતરાત્રે વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર રેલવે નાલા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ કુલ રૂ.16,720 નો મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવનીપ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદીપભાઈ બોરાણા, અરવિંદભાઈ મકવાણા,પ્રતિપાલસિંહ વાળા સહિતના પોલીસ સ્ટાફના ગતરાત્રે નાઈટ પેટ્રોલીંગમાં દરમિયાન વાંકાનેરના નેશનલ હાઇવે ઉપર રેલવે નાલા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સુનિલભાઈ દેવજીભાઈ આધારા, સાહિલભાઈ ઇસ્માઇલભાઈ મીરા, સંજયભાઈ કરણાભાઈ બાંભવા, ભુપતભાઈ કાનાભાઈ રાતડીયા, હિરેનભાઈ હરેશભાઈ ધોળકિયા, આસીફભાઈ ઇબ્રાહિમભાઈ કેડાને કુલ રૂ. 16,720 ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર