Monday, September 9, 2024

વાંકાનેર : રૂપાવટી ગામના પાંચ દિવસથી ગુમ યુવાનની પાણીમાંથી લાશ મળી…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ ખાતે રહેતો એટ યુવાન છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુમ થયેલ હોય જેની આજે વાંકાનેર નજીક આવેલ વસુંધરા કોલગામ નાકા પાસેથી પાણીમાં પડેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ ખાતે રહેતા ભાનુભાઈ સાદુરભાઇ ગાંગડીયા (ઉ.વ. 39) છેલ્લા ચાર-પાંચ દિવસથી પોતાના ઘરે કોઇને કશું કહ્યા વગર ચાલ્યા ગયા હતા જે અંગેની જાણ ગામના સરપંચ સુખાભાઈ નરસીભાઇ ગાંગાણીએ વાંકાનેર તાલુકા પોલીસને કરી હતી અને આ દરમિયાન વાંકાનેરના રૂપાવટી ગામ પાસે વસુંધરા કોલગામ નાકા પાસે પાણીની અંદરથી તેની લાશ મળી આવી હતી જેથી કરીને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બનાવની આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી છે…

આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસ પરથી જાણવા મળતી વિગતો મુજબ પાણીમાં ડૂબી જવાના કારણે ભાનુભાઈ ગાંગડીયાનુ મોત થયું છે જેથી કરીને આપઘાતના બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર