Monday, October 7, 2024

જાણો બાહુબલીથી પ્રખ્યાત અભિનેતા પ્રભાસ સૈફ અલી ખાન સાથે આગામી કઈ ફિલ્મમાં જોવા મળશે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારતીય ફિલ્મ ઉદ્યોગ સમયની સાથે પોતાની જૂની શૈલીમાં ફરી રહયું છે. સિનેમાધરોને 100 ટકા ક્ષમતા સાથે છૂટ આપવામાં આવી છે અને ફિલ્મોના શૂટિંગએ પણ જોર પકડ્યું છે. જાન્યુઆરીથી દેશના વિવિધ શહેરો અને પર્યટક સ્થળોએ ઘણી મોટી ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે. સાથે જ કેટલીક ફિલ્મ્સનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. તનાજી – ધ અનસંગ વોરિયર બનાવનાર ડિરેક્ટર ઓમ રાઉત હવે આદિપુરુષ લાવી રહ્યા છે. તે મહત્વકાંક્ષી અને મોટા બજેટની ફિલ્મ છે. રામાયણની કથાથી પ્રેરિત આ ફિલ્મમાં બાહુબલી અભિનેતા પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સૈફ અલી ખાન રાવણનો રોલ કરશે. ઓમ રાઉતે 2 ફેબ્રુઆરીએ ટ્વીટ કર્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થઈ ગયું છે. તેણે એક પોસ્ટ શેર કરી, જેમાં ફક્ત ફિલ્મનું ટાઇટલ લખાયેલું છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આદિપુરૂષ તેલુગુ સહિતની તમામ દક્ષિણ ભારતીય ભાષાઓ અને હિન્દીમાં વ્યાપકપણે રજૂ થશે. ફિલ્મમાં વી.એફ.એક્સ.નો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.

પ્રિયદર્શન ફરી એકવાર ડિરેક્ટર તરીકે પરત ફરી રહ્યો છે. પ્રિયદર્શન તેની હિટ કોમેડી ફિલ્મ હંગામાની સિક્વલથી કમબેક કરી રહ્યો છે. બીજા ભાગમાં પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી, મીઝાન જાફરી અને પ્રણીતા સુભાષ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું શૂટિંગ 1 ફેબ્રુઆરીએ પૂર્ણ થયું હતું. શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી હતી, જેમાં દિગ્દર્શક પ્રિયદર્શન સાથે ફિલ્મના તમામ કલાકારો જોવા મળી રહ્યા હતા. થોડા વર્ષો પછી, શિલ્પા ફરી એકવાર મોટા પડદે પરત ફરી રહી છે. આ ફિલ્મ સિવાય પણ શિલ્પા સાબીર ખાનની ફિલ્મ નિક્કમામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં શિલ્પા સાથે ભાગ્યશ્રીના પુત્ર અભિમન્યુ દસાની અને યુ ટ્યુબર શર્લી સેતિયા મુખ્ય ભૂમિકામાં છે. શર્લીની આ બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર