Sunday, September 15, 2024

કોણ છે તાપસી પન્નુનો બોયફ્રેન્ડ? જેમણે ખેલમંત્રી કિરણ રિજિજુની માંગી મદદ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અભિનેત્રી તાપસી પન્નુના ઘરે દરોડા પડવાનો મામલો હવે ઘણો મોટો મુદ્દો બન્યો છે. આ કેસને લઈને ઘણું રાજકારણ પણ ચાલતું જોવા મળી રહ્યું છે અને બંને તરફથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં હવે તાપ્સીનો બોયફ્રેન્ડ મેથિયસ બોઇ ચર્ચામાં આવ્યો છે. તેમણે તાજેતરમાં ખેલ મંત્રી કિરણ રિજિજુને ટ્વીટ કરીને આ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ટ્વિટમાં લખ્યું હતું- હું થોડો અસ્વસ્થ છું. હું પ્રથમ વખત કોચ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું, પરંતુ બીજી બાજુ તાપસીના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે,તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, કિરણ જી, કંઈક કરો. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી તાપસી મેથિયસને ડેટ કરી રહી છે. તેણે એકવાર કહ્યું હતું કે તેનું અને મેથિયસનું ક્ષેત્ર એકદમ ભિન્ન છે, તેથી તેઓ એકબીજાના કામમાં હસ્તક્ષેપ નથી કરતા. મેથિયસ એક જાણીતો બેડમિંટન ખેલાડી છે અને ડેનમાર્ક તરફથી રમીને તેણે ઘણા મેડલ જીત્યા છે. ખેલાડીએ ૨૦૧૨ ની ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે જ સમયે, 2015 માં,યુરોપિયન રમતોમાં મેથિયસએ ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. આવી સ્થિતિમાં, તેનું નામ બેડમિંટનની દુનિયામાં ખૂબ મોટું છે અને દરેક લોકો તેને સન્માનની નજરે જોવે છે. તેની આવડતને કારણે જ તેને આ સમયે બે ભારતીય ખેલાડીઓની કોચિંગની જવાબદારી સોંપવામાં આવી છે. તે ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડીને કોચિંગ આપી રહયા છે. 40 વર્ષીય મેથિયસ તાપસી સાથેના તેના ઘણા ફોટા પણ શેર કરે છે. અભિનેત્રીના જન્મદિવસથી લઈને દરેક નાની મોટી સફળતાને લઈને મેથિયસ ચોક્કસપણે કંઈક પોસ્ટ કરે છે. હવે જ્યારે તાપસી મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે તેના બોયફ્રેન્ડ તરફથી ફરી એક ટ્વીટ આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર