Wednesday, April 24, 2024

વર્લ્ડ ટી-20 : નવની જગ્યાએ પાંચ શહેરમાં યોજાઈ શકે છે ટી-20 વર્લ્ડ કપ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ભારતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે બીસીસીઆઇને વિશ્વાસ છે કે ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં ભારતમાં યોજાશે. જોકે, તે નવને બદલે પાંચ શહેરોમાં યોજાઈ શકે છે. પરંપરા એ છે કે આઇસીસી બેકઅપમાં વિકલ્પ તૈયાર રાખે છે. છેલ્લા એક વર્ષથી તે વિકલ્પ યુએઈ છે. આઇપીએલ હાલ બાયો-બબલમાં રમાઈ રહી છે પરંતુ બીસીસીઆઇ સમક્ષ અસલી પડકાર પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટી-20 વર્લ્ડ કપ યોજવાનો છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, “અમને આશા છે કે હજુ પાંચ મહિના છે. જો લોકોને રસી મળી રહી છે તો વર્લ્ડ કપ ભારતમાં યોજાશે. એવું પણ બની શકે કે આ મેચ નવ શહેરોને બદલે ચાર-પાંચ શહેરોમાં યોજાય.’ આઇસીસીની નિરીક્ષણ ટીમ આઇપીએલ બાયો-બબલનો તાગ મેળવવા માટે 26 એપ્રિલે દિલ્હી આવવાની હતી પરંતુ ભારતની મુસાફરી પરપ્રતિબંધને કારણે પ્રવાસ મુલતવી રાખવો પડ્યો હતો. શ્રીલંકા, બાંગ્લાદેશ કે અન્ય દેશોમાં આઇસીસી ટી-20 વર્લ્ડ કપ ત્રણ-ચાર શહેરોમાં થાય છે પરંતુ ભારતમાં બોર્ડની રાજનીતિને કારણે આ શક્ય નથી. ભારતભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે દરરોજ હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન દેશમાં આઇપીએલનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ બંધ સ્ટેડિયમની અંદર આ ટુર્નામેન્ટનું સંચાલન કરી રહ્યું છે. એવી પણ માહિતી મળી રહી છે કે 18 ઓક્ટોબરથી શરુ થનારી વર્લ્ડ ટી-20 ભારતના સ્થાને યુએઈમાં થઇ શકે છે.

બીસીસીઆઈ પાસે પ્લાન બી છે
બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુએઈ સ્થળ તરીકે અમારી યોજનાનો એક ભાગ છે. જો ઓક્ટોબર સુધીમાં પરિસ્થિતિ સુધરશે નહીં અને દેશમાં વર્લ્ડ કપ શક્ય નહીં હોય તો અમે પ્લાન બી પર કામ કરીશું. આઇસીસી સાથે પણ વાત કરવામાં આવી રહી છે. આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે.જણાવી દઈએ કે ગયા વર્ષની આઇપીએલ પણ કોરોનાને કારણે યુએઈમાં યોજાઈ હતી.

 

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર