Saturday, April 20, 2024

યામી ગૌતમે કર્યા ચુપચાપ લગ્ન તો દોસ્તો બોલ્યા- આને કહેવાય પરફેક્ટ સર્જિકલ સ્ટ્રાયક

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમે 4 જૂને તેના ચાહકોને એક મોટો ઝટકો આપ્યો હતો. યામીએ સોશિયલ મીડિયા દ્વારા તેના લગ્ન થયાની જાહેરાત કરી હતી. યામી ફીલ્મના દિગ્દર્શક આદિત્ય ધર સાથે લગ્ન ગ્રંથીથી બંધાઈ ગઈ છે. આદિત્યએ તેની પ્રથમ ફિલ્મ ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઈકથી યામીને નિર્દેશિત કરી હતી. આદિત્યએ પણ તેના સોશીયલ મિડિયા એકાઉન્ટમાંથી આ જ ફોટો શેર કર્યો છે. લગ્ન પૂર્ણ થયા બાદ ઘણા સેલિબ્રિટીએ યામી અને આદિત્યને અભિનંદન આપ્યા.

યામીએ લગ્ન સમારોહનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે લાલ સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તે જ સમયે, વરરાજા આદિત્યએ ઓફવ્હાઇટ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે અને તેના માથા પર પાઘડી બાંધી છે. બંને એકબીજાની સામે જોઈને હસતા નજરે પડયા હતા.

યામીએ પોતાના લગ્નની પ્રથમ તસવીર શેર કરતા લખ્યું છે કે- પોતાના પરિવારોના આશીર્વાદથી આજે અમે લગ્ન કરી લીધા છે. અત્યંત વ્યક્તિગત વ્યક્તિ હોવાને લીધે અમે આ ઉત્સવ માત્ર અમારા પરિવારની સાથે મનાવ્યો છે. અમારા પરિવારોના આશીર્વાદથી, આજે અમે ખાનગીમાં લગ્ન કર્યાં. પ્રાઈવેસી માટે, અમારા લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ હાજર હતા. હવે અમે બન્નેએ પ્રેમ અને મિત્રતાની યાત્રા શરૂ કરી છે, અમને તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ જોઈએ છે.

તમને જણાવી દઈએ કે, યામીના લગ્નને લઈને મનોરંજનની દુનિયામાં કોઈ માહિતી નહોતી. ન તો અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા કોઈને માહિતી આપી હતી. તેથી જ યામીના ચાહકો આ લગ્નની માહિતી જાણીને આશ્ચર્યચકિત છે. લગ્ન પહેલાં, યામી ગુરુવારે ફિલ્મની શુટિંગ કરી રહી હતી. ફિલ્મના દિગ્દર્શક બહઝાદ ખંભાટ્ટાએ કોમેન્ટ કરતા કહ્યું કે, આને કહી શકાય પરફેક્ટ સર્જિકલ સ્ટ્રાઈક. ઉલ્લેખનીય છે કે અનિતા ડોગ્રે, ભૂમિ પેડનેકર, વિક્રાંત મેસી, વાની કપૂરે પણ આ બન્ને નવયુગલને અભિનંદન આપ્યા હતા. તે જ સમયે, આદિત્યની પ્રોફાઇલ પર અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ જોવા મળી રહ્યો છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર